AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, આ તારીખે યોજાશે મતદાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ અંગે રાજ્ય ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્યારે મતગણતરી થશે.

Breaking News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, આ તારીખે યોજાશે મતદાન
Election
| Updated on: Jan 21, 2025 | 7:45 PM
Share

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. રાજ્યની 66 નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશ્નરના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરી મતદાન યોજાશે. જેનું પરિણામ 18 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.

આ અંગે 27 જાન્યુઆરીએ ચૂંટણી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તો 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. તેમજ 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ચકાસણી થશે અને 4 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. 16 ફેબ્રુઆરીએ મતદાન સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન થશે. રાજ્યની કુલ 2,178 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ચૂંટણીના વિસ્તારોમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.

ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી ?

જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની સાથે ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાશે. તો બોટાદ, વંથલી, વાંકાનેર પાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. જ્યારે રાજ્યની 3 મહાનગરપાલિકા અને નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણીનો જંગ જામશે. આ સિવાય 9 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પણ પેટાચૂંટણીનો જંગ જોવા મળશે.

બનાસકાંઠામાં નહીં યોજાય ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મતદાન નહીં યોજાય. તાજેતરમાં રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ-થરાદ જિલ્લો જાહેર કર્યો હતો. ત્યારે બનાસકાંઠાની હદમાં ફેરફારને પગલે ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચે કર્યો છે. જેમાં થરાદ, ધાનેરા, વિજાપુર અને ઈડરમાં ચૂંટણી નહીં યોજાય સાથે જ ગ્રામ પંચાયતોની પણ હાલ ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે.

(With Input : Kinjal Mishra)

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
અટકેલી બાબતો વધુ જટિલ બનશે, બાળકોની સાથે સમય વિતાવો
g clip-path="url(#clip0_868_265)">