સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટેનું સખ્ત વલણ, આદેશની અવમાનના થઈ હશે તો અધિકારીને પણ જેલમાં મોકલી દઈશુ

સોમનાથમાં તાજેતરમાં મંદિર આસપાસ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી જેમા 320 કરોડની 102 એકર જમીન પરથી દબાણો હટાવી ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ દર્શાવતા જણાવ્યુ છે કે જો બુલડોઝર કાર્યવાહીના આદેશની અવમાનના થઈ હશે તો અધિકારીને પણ જેલમાં મોકલી દઈશુ. આ મામલે સુપ્રીમ કોર્ટે ગીરસોમનાથના જિલ્લા કલેક્ટર પાસે જવાબ માગ્યો છે.

Follow Us:
| Updated on: Oct 04, 2024 | 3:19 PM

સોમનાથમાં તાજેતરમાં થયેલી મેગા ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન મંદિર આસપાસની 102 એકર જમીનને ખુલ્લી કરવામાં આવી છે. જેમા સર્વે નંબર 1851 અને 1852 અંતર્ગત આવતી જગ્યાને દબાણ મુક્ત કરાઈ છે. આ દરમિયાન 9 ધાર્મિક દબાણો અને અન્ય 45 દબાણો તોડી પાડવામાં આવ્યા છે. આ દબાણ કાર્યવાહી સામે અરજદારે પહેલા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે ચુકાદો અનામત રાખતા અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ દર્શાવ્યુ છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન મામલે પટણી મુસ્લિમ જમાતની અવમાનના અરજી પર સુનાવણી કડકાઈથી જણાવ્યુ કે જો અમારા આદેશની અવમાનના કરાઈ હશે તો અમે તેને પૂન: સ્થાપિત કરવાનો આદેશ આપીશુ અને જવાબદાર અધિકારીઓને પણ જેલમાં મોકલીશુ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર પાસે જવાબ માગ્યો છે. હવે કેસની વધુ સુનાવણી આગામી 15 ઓક્ટોબરે હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો બુલડોઝર કાર્યવાહી અયોગ્ય રીતે કરેલી જણાશે તો સરકારે તેને પૂન:સ્થાપિત કરાવવાની રહેશે. સુપ્રીમ કોર્ટે સોમનાથના ડીએમ અને અન્ય અધિકારીઓને નોટિસ મોકલી છે. આ સાથે ગુજરાત સરકારને જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 ઓક્ટોબરે થશે.

આ 5 રૂપિયાના પાન Uric Acid મુળથી કરશે નાબુદ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
બપોરે શા માટે ન સૂવું જોઈએ
અળસી ખાવાથી થાય છે અગણિત ફાયદા, જાણો
આજનું રાશિફળ તારીખ : 04-10-2024
5 કારણોથી બગડે છે સ્માર્ટફોન, ભૂલથી પણ ન કરો ભૂલ
અનુષ્કા શર્માની જેમ માધુરી દીક્ષિત પણ હોત ક્રિકેટરની દુલ્હન ! આ કારણે થયું હતું બ્રેકઅપ

પટણી મુસ્લિમ જમાતની અવગણના અરજીમાં ગુજરાતના સોમનાથમાં સદીઓ જૂની મસ્જિદો, મકબરાઓ, કબ્રસ્તાન, દરગાહો અને મુતવલ્લીઓના ઘરોને અયોગ્ય રીતે ધ્વસ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. આ તિરસ્કાર અરજીમાં કહેવાયુ છે કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહી પર રોકના આદેશ બાદ પણ મોટા પાયે તોડફોડની કાર્યવાહી કરવામાં આવી છે. આ અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોર્ટના આદેશના તિરસ્કાર સામે કાર્યવાહીની માગ કરાઈ છે.

મુતવાલીઓના ઘરોને ગેરકાયદેસર રીતે તોડી પાડવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તિરસ્કારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે બુલડોઝરની કાર્યવાહી રોકવા માટે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા પાયે ડિમોલિશનનું કામ કરવામાં આવ્યું છે. અરજીમાં ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

બુલડોઝર એક્શન મામલે SCએ અનામત રાખ્યો ચુકાદો

દેશભરમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટમાં 1 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં કોઈ ચુકાદો નથી આપ્યો. કોર્ટે તેના પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જસ્ટીસ બી.આર. ગવઈ અને કેવી વિશ્વનાથનની બેંચે કહ્યુ કે ગેરકાયદે કબજો, અતિક્રમણ હટાવવા પર રોક નથી. બુલડોઝરની કાર્યવાહી પર વચગાળાની રોક યથાવત રહેશે. જો કે કોર્ચે સ્પષ્ટ કર્યુ કે અમે એ ખાતરી કરીશુ કે અમારો આદેશ દબાણકર્તાઓને કોઈ મદદ ન કરે.

Input Credit- Piyush Pandey- Tv9 Network

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ હવે દિલીપ સંઘણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
નવરાત્રીમાં વિઘ્ન બનશે મેઘરાજા ! આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
ખૂનનો બદલો ખૂન, અમદાવાદના બોડકદેવ અકસ્માત કેસમાં મોટો ખુલાસો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરતા દર્દીઓથી ઉભરાઈ સુરતની નવી સિવિલ
g clip-path="url(#clip0_868_265)">