ગીર સોમનાથ મેગા ડિમોલેશન પાછળની આ છે ઇનસાઇડ સ્ટોરી, વાંચો કઇ રીતે રાજાશાહી વખતથી વિવાદમાં રહેલી જમીન ખુલ્લી કરાઇ

રાજ્યમાં ફરી એકવાર મોટાપાયે ગેરકાયદે બાંધકામો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેમા ખાસ કરીને રાજાશાહી સમયથી વિવાદમાં રહેલી જમીન પર કરવામાં આવેલા બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે અને આ જગ્યા ખૂલ્લી કરવામાં આવી છે. રાજ્યમાં સોમનાથ, જૂનાગઢ સહિતના સ્થળોએ આવી વિવાદી જમીન પર કરાયેલા દબાણોને હટાવવામાં આવ્યા છે.

ગીર સોમનાથ મેગા ડિમોલેશન પાછળની આ છે ઇનસાઇડ સ્ટોરી, વાંચો કઇ રીતે રાજાશાહી વખતથી વિવાદમાં રહેલી જમીન ખુલ્લી કરાઇ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 28, 2024 | 6:01 PM

રાજ્ય સરકાર દ્રારા ગેરકાયદેસર બાંધકામો પર તવાઇ બોલાવવાની કાર્યવાહી સતત ચાલી રહી છે. આજે ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ અને વહિવટી વિભાગ દ્રારા સંયુક્ત રીતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, આજે પ્રભાસ પાટણ રોડ પર આવેલી અંદાજિત 58 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્રારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવી છે. સરકારે ફુલ પ્રુફ પ્લાનિંગ સાથે આ ડિમોલેશન હાથ ધર્યું હતું,જે સ્થળે આ ડિમોલેશન હાથ ધરાયું તે સ્થળ આઝાદી સમયથી વિવાદીત હોવાનું સામે આવ્યું છે.આ કાર્યવાહી પાછળ રાજ્ય સરકારની ચોક્કસ રણનિતી અને પેપર વર્ક બંન્ને સવિશેષ હતું.

આઝાદી સમયથી વિવાદીત જગ્યા

પ્રભાસ પાટણ રોડ પર જે સ્થળે ડિમોલેશન કરાયું તે જગ્યા આઝાદી સમયથી વિવાદાસ્પદ હતી. થોડા સમય પહેલા આ જ રોડ પર રહેલા ભંગારના ડેલાઓ તોડી પાડવામાં આવ્યા હતા જો કે જે ધાર્મિક સ્થાનો હતા તેમાં પ્રોપર્ટી કાર્ડનો વિવાદ હતો. રાજાશાહી વખતથી સોંપવામાં આવેલી આ જમીનમાં આઝાદી બાદ મહેસુલના રેકોર્ડ પર સરકારી જમીન હતી. આ જગ્યા માટે ઓલિયાઉદ્દીન કમિટી દ્રારા વર્ષ 1986માં હાઇકોર્ટમાં હક ચોક્સી માટે અરજી કરી હતી ત્યારે આ જગ્યા સરકાર દ્રારા સોમનાથ ટ્રસ્ટને પ્રમોગેશન કરીને 99 વર્ષના ભાડા પેટે આપી હોવાનો ખુલાસો કર્યો હતો.

બાદમાં વર્ષ 2015માં ઓલિયાઉદ્દીન કમિટી દ્રારા વેરાવળની કોર્ટમાં સ્ટે માંગ્યો હતો. જો કે જે ધાર્મિક સ્થાનો હતા, તેના સંચાલકો પાસે તેના પ્રોપર્ટી કાર્ડ હતા. જેના કારણે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે આ જગ્યા માટે સ્ટે આપ્યો હતો પરંતુ વર્ષ 2015 બાદ આ જગ્યા વક્ફ બોર્ડ અંતર્ગત હોવાને કારણે ગુજરાત રાજ્ય ટ્રીબ્યુનલ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. જેના કારણે વેરાવળ કોર્ટનો મનાઇ હુક્મ આપોઆપ દુર થઇ ગયો હતો. જે બાદ રાજ્ય સરકાર કાયદાકીય સલાહ બાદ આગળ વધી હતી. જુના દસ્તાવેજોની ચકાસણી કરીને તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ જે તે મિલકતના સંચાલકોને નોટિસ આપવામાં આવી અને તેઓનું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાવીને 19 સપ્ટેમ્બર 2024ના રોજ જવાબ રજૂ કરવા જણાવાયું જો કે સંતોષકારક જવાબ અને યોગ્ય પુરાવાઓ રજૂ ન થતા 27 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3 વાગ્યે વહિવટી વિભાગની ટીમ પંચરોજકામ કરવા માટે પહોંચી હતી જે કામગીરી 6 વાગ્યા સુધી ચાલી અને ત્યારબાદ ડિમોલેશનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

ડિમોલેશન પહેલાનો એકશન પ્લાન

વહિવટી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારે એકશન પ્લાન બનાવ્યો.ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આખો રોડમેપ તૈયાર કરાયો. ડિમોલેશન પહેલા જુનાગઢ અને પોરબંદરના જિલ્લા પોલીસ વડાને તેની ટીમ સાથે સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ અપાયા. આ તરફ ડિમોલેશન થવાની વાત શહેરમાં વાયુવેગે ફેલાઇ જતા મામલો તંગ બન્યો. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા અને બબાલ કરવા લાગ્યા. કેટલાક લોકો અલગ અલગ ધર્મસ્થાનોને લઇને લાગણી દર્શાવીને લોકોને ઉશ્કેરવા લાગ્યા જેના કારણે પોલીસે પહેલા સમજાવટથી પછી કાયદાકીય રીતે પગલાં લઇને 135 લોકોને ડિટેઇન કર્યા અને વહેલી સવારે 5 વાગ્યે ડિમોલેશનની શરૂઆત કરી. એક તબક્કે લોકોના રોષને જોતા ડિમોલેશનની તારીખમાં ફેરફાર થાય તેવી પણ શક્યતા હતી પરંતુ પોલીસ અને વહિવટી તંત્ર મક્કમ જોવા મળ્યું અને ડિમોલેશન કરાયું. ડિમોલેશન સ્થળ પર 6 કિલોમીટર સુધી ચારેય તરફથી કિલ્લાબંધી કરવામાં આવી. મીડિયાને પણ પ્રવેશ આપવામાં ન આવ્યો.

આ સ્થળોનું કરાયું ડિમોલેશન

  • હાજી માંગરોળિયા મકાન
  • મલંગપીરની દરગાહ
  • સાર સલારશાનો મકબરો
  • સૈયદોનું કબ્રસ્તાન
  • સાર સલારશાનો મકબરો
  • માધાપુરી મકાન
  • ગરીબશાની દરગાહ
  • ઇદગાહ મુસલમાનની જમાત

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">