ભરૂચ સિવીલ હોસ્પિટલમાં જાહેરમાં જ મેડીકલ વેસ્ટનો નિકાલ, GPCB-સિવિલના તંત્રે શરૂ કરી તપાસ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.મેડિકલ વેસ્ટના ઢગમાંથી ઉપયોગમાં લેવાયેલ પી.પી.ઇ.કીટ પણ મળી આવી હતી.આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો નથી પરંતુ બહારની કોઈ હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે બીજી તરફ ઉહાપોહ મચતાં તાત્કાલિક મેડિકલ વેસ્ટ ઉઠાવવાની કામગીરી […]

ભરૂચ સિવીલ હોસ્પિટલમાં જાહેરમાં જ મેડીકલ વેસ્ટનો નિકાલ, GPCB-સિવિલના તંત્રે શરૂ કરી તપાસ
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Dec 01, 2020 | 3:34 PM

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.મેડિકલ વેસ્ટના ઢગમાંથી ઉપયોગમાં લેવાયેલ પી.પી.ઇ.કીટ પણ મળી આવી હતી.આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો નથી પરંતુ બહારની કોઈ હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો છે બીજી તરફ ઉહાપોહ મચતાં તાત્કાલિક મેડિકલ વેસ્ટ ઉઠાવવાની કામગીરી શરૂ કરાઈ હતી.

એક તરફ કરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર પ્રયતનો કરી રહી છે તો બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે.ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ તરફ જવાના માર્ગ પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.જેમાં ઉપયોગમાં લેવાયેલ ઇન્જેક્શન, હેન્ડ ગ્લોસ સાથે પી.પી.ઇ.કીટ પણ મળી આવી હતી. કોરોનાનું સંક્રમણ ગંભીર તબક્કામાં ચાલી રહ્યું છે એવા સમયે જ પી.પી.ઇ.કીટ સહિત મેડિકલ વેસ્ટ જાહેરમાંથી મળી આવતા લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 12-12-2024
આ IPOમાં દિગ્ગજોએ કર્યું રોકાણ, 13 ડિસેમ્બર છે છેલ્લી તારીખ
Earwax Cleaning Tips : કાનની ગંદકી સાફ કરવાના 4 સરળ ઘરેલું ઉપચાર
ગુજરાતના આ ગામથી 185 knt miles દૂર છે પાકિસ્તાન, જાણો ગામની વિશેષતા
ગુજરાતના પાલનપુરથી માત્ર 80 કિમી દૂર છે આ હિલ સ્ટેશન, સુંદરતા છે ગજબ
પેટ્રોલ-ડીઝલ ભરાવતી વખતે માત્ર '0' નહીં આટલી વસ્તુ પણ ચકાસવી ખૂબ જરૂરી

આ અંગે સિવિલ સર્જન ડો. આર એમ જીતિયાએ જણાવ્યું હતું કે આ મેડિકલ વેસ્ટ અને યુઝડ પી.પી.ઇ.કીટ સિવિલ હોસ્પિટલની નથી.સિવિલ હોસ્પિટલ દ્વારા જે પી.પી.ઇ.કીટનો ઉપયોગ કરાય છે એ અલગ પ્રકારની છે.અન્ય કોઈ હોસ્પિટલમાંથી દર્દીને સિવિલમાં એડમિટ કરવા આવતી એમ્બ્યુલન્સમાંથી આ વેસ્ટનો સિવિલ હોસ્પિટલમાં નિકાલ કરવામાં આવ્યો હોવાની તેઓએ શક્યતા દર્શાવી હતી.

અત્રે મહત્વપૂર્ણ છે કે સમગ્ર જિલ્લાના લોકોને આરોગ્યપ્રદ સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવાની હિલચાલ વચ્ચે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી તેનાત કરાયા છે ત્યારે ધોળે દિવસે બહારની એમ્બ્યુલન્સ જાહેરમાં જ મેડિકલ વેસ્ટનો નિકાલ કરી પલાયન થી જવાના આક્ષેપ સામે પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">