AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરાના સાંસદે તાનાશાહી ચલાવતા પૂર્વ વાઈસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવને આપ્યુ બંગલો ખાલી કરવાનું અલ્ટીમેટમ- Video

વિવાદોનો પર્યાય બની ગયેલી વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલરનો હવે બંગલોનો વિવાદ સામે આવ્યો છે. રાજીનામુ આપ્યા બાદ પણ બંગલો ખાલી ન કરતા વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મેઈલ કરી બંગલો ખાલી કરવાનું અલ્ટીમેટમ આપ્યુ છે.

Anjali oza
| Edited By: | Updated on: Mar 04, 2025 | 5:10 PM
Share

એમ એસ યુનિવર્સિટીના કુલપતિ પદેથી રાજીનામું આપ્યાનાં બે મહિના બાદ પણ વીસી બંગલો ખાલી ન કરી તાનાશાહી ચલાવતાં પુર્વ વાઇસ ચાન્સેલરને વડોદરાનાં સાંસદે તાત્કાલિક બંગલો ખાલી કરવાનું અલ્ટીમેટમ આપી દીધું છે.

વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીને હવે એક નવાં વિવાદનું ગ્રહણ લાગ્યું છે અને તે વિવાદ છે વીસી બંગલોનો. યુનિ.કેમ્પસમાં જ આવેલ ધન્વંતરી બંગલો એમ.એસ.યુનિ.નાં વાઇસ ચાન્સેલરનું અધિકારીક નિવાસસ્થાન ગણાય છે. વાઇસ ચાન્સેલરનાં પદ પર રહેનાર વીસી જ આ બંગલોમાં રહી શકે તેવો નિયમ છે. પરંતુ વીસીનાં આ બંગલો પર પુર્વ વાઇસ ચાન્સેલરે ગેરકાયદે કબ્જો કરી લીધો છે. વીસી પદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં પુર્વ વીસી વિજય શ્રીવાસ્તવ બંગલો ખાલી કરવાં તૈયાર નથી.

ધન્વતરી બંગલો પર અડિંગો જમાવીને બેઠેલા પુર્વ વાઇસ ચાન્સેલરને સત્તાધીશોમાં કોઇ કઇ બોલવા તૈયાર નથી. એટલું જ નહીં આ તાનાશાહ વિજય શ્રીવાસ્તવ કોઇનું માનવા પણ તૈયાર નથી. એવામાં વડોદરાનાં સાંસદે હવે આ વિવાદમાં ઝંપલાવવું પડ્યું છે. સાંસદ ડૉ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને પર્સનલ મેઇલ કરી વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવાં અલ્ટીમેટમ આપ્યું છે. સાંસદે વિજય શ્રીવાસ્તવ પર વીસી બંગલો પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ કર્યો છે. સાથે જ રાજીનામું આપી દીધું હોવા છતાં વિજય શ્રીવાસ્તવ હજી પણ યુનિ. સત્તાધીશોનાં વોટ્સએપ ગ્રુપમાંથી રીમૂવ થવાં તૈયાર નથી.. હજીએ શ્રીવાસ્તવ યુનિ.નાં વહીવટમાં દખલ કરી રહ્યાં હોવાનો આક્ષેપ સાંસદ હેમાંગ જોશીએ કર્યો છે. એમ.એસ.યુનિ.નાં સત્તાધીશો પણ જાણે છે કે, વિજય શ્રીવાસ્તવ વીસી બંગલો પર ગેરકાયદે કબજો જમાવીને બેઠા છે. પણ સત્તાધીશોની શું મજબુરી છે તે ખબર નથી પડી રહી.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
g clip-path="url(#clip0_868_265)">