Chhota Udepur: સંખેડા તાલુકાની બે વસાહતોમાં પીવાના પાણીનો પ્રશ્ન થયો હલ, ‘નલ સે જલ’ યોજના થકી પહોંચ્યુ પાણી
છોટા ઉદેપુરના (Chhota Udepur) સંખેડા તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં વર્ષોથી પીવાના પાણીની (Drinking water) સમસ્યા હતી. જો કે હાલમાં આ વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચ્યુ છે.
છોટા ઉદેપુરમાં (Chhota Udepur) ઉનાળામાં (Summer 2022) દર વર્ષે પાણીની પારાયણ (Water crisis) સર્જાય છે. આ વર્ષે પણ છોટા ઉદેપુરના અનેક વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો હતો. જો કે હાલમાં આનંદના સમાચાર એ છે કે સંખેડા (Sankheda) તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં 16 K.M. લાંબી પાણીની લાઈન મારફતે ફિલ્ટરવાળું પાણી પહોંચાડવામાં આવ્યુ છે. નલ સે જલ યોજના દ્વારા લોકો સુધી આ પાણી પહોંચાડવામાં આવ્યુ છે. પાણીની લાઈન ચાલુ થતાં હવે નિગમ દ્વારા તપાસણી કરવામાં આવશે અને જરૂર જણાશે તો ટેન્કર બંધ કરવામાં આવશે.
સંખેડા તાલુકાની માલુ વડગામ અને માલુ ગધેર વસાહતમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી. જો કે હાલમાં આ વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ પાણી પહોંચ્યુ છે. આ વસાહતોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવી પડતી હતી અને ફરજિયાત ટેન્કર ઉપર જ આધાર રાખવો પડતો હતો. આ વિસ્તારના લોકોને ટેન્કર દ્વારા જ પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે આ બંન્ને વસાહતોનો પીવાનું શુદ્ધ પાણી આપવા માટે સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે અહીંના લોકોની પીવાના પાણીની વર્ષો જુની સમસ્યા હવે દુર થઇ છે.
થોડા દિવસ પહેલા જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. વડગામ અને માલુ ગધેર વસાહતમાં પીવાનું ફિલ્ટરવાળું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા કાર્યવાહી કરાઈ હતી. તાજેતરમાં મુખ્યમંત્રી દ્વારા આ યોજનાનું લોકાર્પણ પણ કરાયું હતું. સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનામાં સમાવિષ્ટ માલુ ગધેર વસાહતમાં નલ સે જલ યોજનામાં 190 નળ કનેકશન અપાયા છે અને માલુ વડગામ વસાહતમાં 55 નળ કનેક્શન અપાયા છે.
મહત્વનું છે કે આ પહેલા પણ Tv9 ગુજરાતીના અહેવાલ બાદ છોટાઉદેપુરના ટવા ગામમાં પણ પીવાના પાણીની સમસ્યા હલ થઇ છે. ગામલોકોની જે માગ હતી એ હાફેશ્વર યોજનાની લાઇનમાંથી તાત્કાલિક ગામ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી. સ્વાભાવિક જ પાણી મળતાં જ ગામલોકોની ખુશી કંઈક આ રીતે છલકાઈ અને તેમણે ટીવી 9નો આભાર વ્યક્ત કર્યો હતો.