Breaking News: ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ભૂકંપના બે આંચકા અનુભવાયા, 3.6 અને 3.9 ની તિવ્રતાના આંચકાને લઈ સ્થાનિકોમાં ભય નો માહોલ
વલસાડ જિલ્લાના બોર્ડર પર આવેલ મહારાષ્ટ્રના તલાસરી ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તલાસરી વિસ્તારમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3.6 અને 3.9 ની તિવ્રતાના આંચકા આવતા ઉમરગામ દા.ન. હવેલીમાં અસર અનુભવાઈ. ભૂકંપના આંચકાને લઈ સ્થાનિકોમાં ભય નો માહોલ
વલસાડ જિલ્લાના બોર્ડર પર આવેલ મહારાષ્ટ્રના તલાસરી ખાતે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તલાસરી વિસ્તારમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3.6 અને 3.9 ની તિવ્રતાના આંચકા આવતા ઉમરગામ દા.ન. હવેલીમાં અસર અનુભવાઈ. ભૂકંપના આંચકાને લઈ સ્થાનિકોમાં ભય નો માહોલ છ્વયો હતો.
મહત્વનુ છે કે અગાઉ 22 માર્ચના રોજ અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદમાં વિવિધ સ્થળોએ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે. જેમાં રાણીપ, ગોતા, ચાંદખેડા,ગુરુકુળ ,ડ્રાઇવિંગ રોડ,વૈષ્ણોદેવી સર્કલ, નિકોલ, નરોડા ,વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે.
ભૂકંપ કેમ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.
આ પણ વાંચો : વલસાડના પારડીના ધગળમાળમાં અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
બીજ તરફ જોઇએ તો ધરતીની અંદર પ્લેટોના અથડામણને કારણે ભૂકંપ આવે છે. તમને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ત્યારે પ્લેટોની સપાટીના ખૂણા વળાંક આવે છે અને ત્યાં દબાણ ઉત્પન્ન થવાનું શરૂ થાય છે. જેના કારણે પ્લેટ તૂટવા લાગે છે. જેના કારણે ઉર્જા ઉત્પન્ન થાય છે, આ ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ.
ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો