મહારાષ્ટ્રની રાજનીતિના અખાડામાં નવી પાર્ટીની એન્ટ્રી, છત્રપતિ શિવાજી મહારાજના વંશજે કરી ચૂંટણી લડવાની જાહેરાત
હવે મહારાષ્ટ્રના ચૂંટણી મેદાનમાં વધુ નવી પાર્ટી ઉતર્શે. આ એન્ટ્રીએ આગામી ચૂંટણીને ત્રિકોણીય બનાવી દીધી છે. એક તરફ ઠાકરે જૂથ અને સંભાજી બ્રિગેડનું ગઠબંધન છે અને બીજી તરફ ભાજપ અને શિંદે જૂથની શિવસેનાનું ગઠબંધન છે. ઘણી નાની પાર્ટીઓ પણ પોતાનું અસ્તિત્વ બતાવી રહી છે.
Mumbai: છત્રપતિ શિવાજી મહારાજના વંશજ સંભાજી રાજેએ 27 મે, શનિવારે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત તેમની પાર્ટી 2024ની લોકસભા ચૂંટણી લડશે તેવી હતી. એટલે કે હવે મહારાષ્ટ્રના ચૂંટણી મેદાનમાં વધુ નવી પાર્ટી ઉતરશે. આ એન્ટ્રીએ આગામી ચૂંટણીને ત્રિકોણીય બનાવી દીધી છે. એક તરફ ઠાકરે જૂથ અને સંભાજી બ્રિગેડનું ગઠબંધન છે અને બીજી તરફ ભાજપ અને શિંદે જૂથની શિવસેનાનું ગઠબંધન છે.
ઘણી નાની પાર્ટીઓ પણ પોતાનું અસ્તિત્વ બતાવી રહી છે અને હવે રાજ્યના રાજકારણમાં વધુ એક નવો પક્ષ પ્રવેશ્યો છે. એક સમયે ભાજપના સાથી રહેલા આ મોટા નેતાએ નવી પાર્ટી શરૂ કરવાની જાહેરાત કરી છે. સ્વરાજ્ય સંગઠન (સંગઠન) દ્વારા સંભાજી રાજેએ 2024ની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : Maharashtra: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં આવશે ભૂકંપ? નાના પટોલેને હટાવવા મોટા નેતાઓનું ડેલિગેશન દિલ્હી પહોંચ્યું
પૂણેમાં કરવામાં આવી જાહેરાત
પૂણેમાં સંભાજી રાજેની હાજરીમાં સ્વરાજ્ય ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પછી પત્રકાર પરિષદમાં સંભાજી રાજેએ 2024ની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, સ્વરાજ્ય ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેથી દરેક વ્યક્તિ પોતાની સમસ્યાઓ લઈને અહીં આવશે અને તેનું નિરાકરણ થશે. અહીં દરેકની સમસ્યાઓ સાંભળવામાં આવશે. આ ઓફિસ લોકોને ઉકેલ આપવાનું કામ કરશે. સ્વરાજ્ય સામાન્ય લોકો માટે છે તેથી ઉદ્ઘાટન પણ તેમના જ હાથે થયું હતું.
આ પણ વાંચો : Maharashtra: સમૃદ્ધિ હાઈવેનો બીજો તબક્કો શરૂ, માત્ર 6 કલાકમાં નાસિકથી નાગપુર પહોંચી શકાશે
સંભાજી બ્રિગેડનું ઠાકરે જૂથ સાથે ગઠબંધન
બીજી તરફ સંભાજીના નામ પર રાખવામાં આવેલી સેના એટલે કે સંભાજી બ્રિગેડ પણ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સંભાજી બ્રિગેડે ઉદ્ધવ ઠાકરે પાસેથી ત્રણ બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંભાજી બ્રિગેડ ઠાકરે જૂથ પાસેથી પૂણે, હિંગોલી અને બુલઢાણા સીટોની માંગ કરી રહી છે. સંભાજી બ્રિગેડ બે-ત્રણ બેઠકો પર લોકસભાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે.
સંભાજી બ્રિગેડના રાજ્ય પ્રવક્તા શિવાનંદ ભાનુસેએ માહિતી આપી હતી કે બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરે સાથે થયેલી બેઠકમાં ત્રણ બેઠકોની માંગ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ સંભાજી બ્રિગેડ સાથે ગઠબંધન જાળવી રાખવું હોય તો ત્રણ સીટોનું બલિદાન આપવું પડશે. આ ઉપરાંત, ઉદ્ધવ ઠાકરે પર પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી માટે મહાવિકાસ અઘાડીમાં તેમના ક્વોટામાંથી બે-ત્રણ બેઠકો છોડવાનું દબાણ છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો