Gujarati Video : વલસાડના પારડીના ધગળમાળમાં અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

Gujarati Video : વલસાડના પારડીના ધગળમાળમાં અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 1:09 PM

વલસાડના પારડીના ધગળમાળ ગામમાં અકસ્માતની ઘટના બની હતી. ગઈ કાલે રાત્રે ધગળમાળ ગામમાં રોડ પાસે રોંગ સાઈડમાં પાર્ક કરેલા ટ્રક સાથે બાઈકની ટક્કર લાગતા ચાલકનું મોત નિપજ્યું છે.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ( Accident )   ઘટના સામે આવતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના વલસાડના પારડીમાં બની છે. વલસાડના પારડીના ધગળમાળ ગામમાં અકસ્માતની ઘટના બની હતી. ગઈ કાલે રાત્રે ધગળમાળ ગામમાં રોડ પાસે રોંગ સાઈડમાં પાર્ક કરેલા ટ્રક સાથે બાઈકની ટક્કર લાગતા ચાલકનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચો : Valsad : નગરપાલિકાના ટેક્સ વિભાગમાં ટેક્સ સુપ્રિટેન્ડટ અને RTI કાર્યકર્તા વચ્ચે ફાઈલ ફાડી નાખવા મુદ્દે ઝપાઝપી, ઘટનાનો Video Viral

અંધારામાં રસ્તા પર પાર્ક કરેલા ટ્રક ન દેખાતા અકસ્માત સર્જાયો છે. ખાનગી કંપનીના ટ્રક અનેકવાર રોંગ સાઈડમાં પાર્ક કરાતા હોવાની લોકોની ફરિયાદ થતી હોવાનું સામે આવ્યુ છે.

મહેસાણામાં વસાઇ પાસે ST બસ અને આઇસર વચ્ચે થયો હતો અકસ્માત

તો બીજી તરફ મહેસાણા જિલ્લાના વસાઇ પાસે ભૂજ-ખેડબ્રહ્મા ST બસની આઇસર સાથે ટક્કર થતા એક મહિલાનું મોત નીપજ્યું હતુ. રોડ પર બંધ પડેલા આઇસર સાથે ST બસ અથડાઇ ગઇ હતી. બસમાં સવાર કંડક્ટર અને બે મુસાફરોને પણ ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલીક ધોરણે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગુજરાત સહિત વલસાડ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">