Breaking News: ખેડા પાસેથી પસાર થતી શેઢી નદીના પાણીનો કલર બદલાયો, નદીમાં કેમિકલ વેસ્ટ નંખાયો હોવાની આશંકા
ખેડા અને નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં કેમિકલ વેસ્ટ નંખાયો હોવાની આશંકા છે ,શેઢી નદીના પાણીનો કલર બદલાઈ ગયો છે અને હાલમાં નદીમાં ઘેરા લાલ રંગનું પ્રવાહી વહી રહ્યું છે. નોંધનીય છે કે લોકો મોટા પ્રમાણમાં આ નદીનું પાણી પીવા માટે ઉપયોગ કરે છે.

ખેડા અને નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં કેમિકલ વેસ્ટ નંખાયો હોવાની આશંકા છે ,શેઢી નદીના પાણીનો કલર પ્રદૂષણને કારણે બદલાઈ ગયો છે અને હાલમાં નદીમાં ઘેરા લાલ રંગનું પ્રવાહી વહી રહ્યું છે. નોંધનીય છે કે લોકો મોટા પ્રમાણમાં આ નદીનું પાણી પીવા માટે ઉપયોગ કરે છે. જોકે ટીવી9ના અહેવાલની અસર પડતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ ઘટનામાં જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપી દીધા છે. જિલ્લા કલેક્ટરે GPCBના અધિકારીને તાત્કાલિક ચેકિંગ કરવા આદેશ આપ્યો હતો તે અંતર્ગત GPCBના 5 અધિકારી શેઢી નદી ચેકિંગ કરવા પહોંચ્યા હતા
શેઢી નદીના પાણીના સેમ્પલ મોકલાશે વડોદરા
શેઢી નદીનું પાણી પ્રદૂષિત થવાની ઘટનામાં હવે નદીમાંથી પાણીના નમૂના લઇને વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે . તેમજ વધારે તપાસ માટે પાણીના નમૂના ગાંધીનગર લેબમાં પણ મોકલવામાં આવશે.
નોંધનીય છે કે ટીવી9 દ્વારા સાબરમતી નદીમાં પણ પ્રદૂષિત પાણી અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે આ મુદ્દે મહાનગર પાલિકાના અધિકારીઓએ કામગીરી શરૂ કરી છે. સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે ટીવીનાઇનના અહેવાલની અસર થઇ છે. તેમજ સાબરમતી નદીના ચિંતાજનક પ્રદૂષણ મામલે સરકાર એક્શનમાં આવી છે રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાને સાબરમતી નદીના પટની મુલાકાત લીધી હતી. વન પ્રધાને વરિષ્ઠ અધિકારીઓ સાથે સાબરમતી નદીના પટ અને શુદ્ધિકરણ પ્લાન્ટની તપાસ કરી સાથે જ AMC અને GPCBના અધિકારીઓનો ઉધડો પણ લઇ લીધો. સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે હાઇકોર્ટે પણ અનેક વખત ટીકા કરી છે. છતા કરોડોના ખર્ચે પ્લાન્ટ નાખ્યા બાદ પણ તંત્ર નિષ્ફળ થયુ હોય તેવો ઘાટ ઘડાયો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..