Anand : ચરોતરના મગર માણસો પર હુમલા કરતા નથી, ખેડા-આણંદમાં કુલ 248 મગરની વસ્તી, મગરની ગણતરીમાં સામે આવી રસપ્રદ વિગતો

Dharmendra Kapasi

|

Updated on: Jan 19, 2023 | 11:29 AM

મગર પશુ-પંખીની સાથે સાથે અવારનવાર મનુષ્યો પર પણ હુમલા કરતા હોય છે, પરંતુ ચરોતરના મગરો આ હિંસક મગરોથી અલગ એટલા માટે છે કે છેલ્લા 50 વરસોમાં ચરોતરમાં કોઈ મગરે (Crocodile) કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો હોય તેવી બાબત આજ દિન સુધી સામે આવી નથી તેમ વસ્તી ગણતરીમાં જોડાયેલા લોકોએ જણાવ્યું હતું.

Anand : ચરોતરના મગર માણસો પર હુમલા કરતા નથી, ખેડા-આણંદમાં કુલ 248 મગરની વસ્તી, મગરની ગણતરીમાં સામે આવી રસપ્રદ વિગતો
આણંદ ખેડામાં કુલ 248 મગરની વસ્તી

આણંદ ખેડા જિલ્લો સમગ્ર વિશ્વમાં શ્વેત ક્રાંતિ ના કારણે પ્રસિદ્ધિ પામ્યા છે પણ આગામી દિવસોમાં દેશમાં સૌથી વધારે મગરોની સંખ્યા આણંદ ખેડામાં જોવા મળે તો નવાઈ નહિ ,તાજેતરમાં જ વિધાનગરની એક એનજીઓ ધ્વરા આણંદ ખેડા જીલ્લાના 25  ગામડાઓના તળાવોમાં રહેતા મગરોનો સર્વે કરવામાં આવ્યો જેમાં 248 મગરની વસ્તી હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં નર્મદા નદીના કિનારે ,વિશ્વામિત્રી નદીના કિનારે અને ઢાઢર નદીમાં હિંસક મગરોની સંખ્યા મોટા પ્રમાણમાં  છે જોકે આ મગર પશુ-પંખીની સાથે સાથે અવારનવાર મનુષ્યો પર પણ હુમલા કરતા હોય છે. પરંતુ ચરોતરના મગરો આ હિંસક મગરોથી અલગ એટલા મતે છે કે છેલ્લા 50 વરસોમાં ચરોતરમાં કોઈ મગરે કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો હોય તેવી બાબત આજ દિન સુધી સામે આવી નથી.

વિદ્યાનગરમાં આવેલી અને પશુ પંખી માટે કામ કરતી વિદ્યાનગર નેચર કલબ દ્વારા તાજેતરમાં આણંદ ખેડા જીલ્લાના 25 તળાવોમાં રહેતા મગરોની વસ્તી ગણતરી કરવામાં આવી. જેમાં દેશના 12 રાજ્યોના મગર પ્રેમી લોકોએ વસ્તી ગણતરીમાં ભાગ લીધો હતો મહત્વની વાત એ છે કે છેલ્લા 10 વર્ષથી નેચર કલબ દ્વારા દર વર્ષે મગરોની વસ્તી ગણતરી કરવામાં આવે છે જેમાં વર્ષ 2013 માં મગરોની કુલ વસ્તી 92 હતી જે દસ વર્ષમાં વધીને 248 પર પહોચી ગઈ છે.

આણંદ ખેડાના વિવિધ ગામમાં મગરોની વસતી

  • ત્રાણજા 02
  • કઠોડા 04
  • મરાલા નગરામા 04
  • હેરંજ 46
  • ખાંધલી 02
  • ચાંગા 06
  • ડેમોલ 16
  • પેટલી 20
  • વસો 14
  • લવાલ 04
  • રુણ 14
  • પીજ 01
  • મલાતજ 16
  • ડભોઉં 23
  • દેવા 37
  • નવાગામ 06
  • ભડકદ 04
  • સોજીત્રા 05
  • ડાલી 06
  • દેવાતજ 01
  • ગાડા 03
  • ત્રાજ 14
  • કુલ 248

ચરોતરના આ બધા જ ગામડાઓમાં નેચર કલબ ધ્વરા વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે મગર તળાવ કિનારે ગમે ત્યાં બેસી રહે છે  tv 9ની ટીમે જ્યારે આ જગ્યાની મુલાકાત લીધી ત્યારે પણ મગરો તળાવ કિનારે તો  તળાવની વચ્ચે માટીના ટેકરા પર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા.

મગરની વસ્તી ગણતરીમાં પડે છે તકલીફ

છેલ્લા 10 વર્ષથી મગરોની વસ્તી ગણતરી કરતા એનજીઓના સંચાલક સાથે Tv9 દ્વારા  જુદા જુદા વિષયોને લઈને વાતચીત કરવામાં આવી જેમાં  વિદ્યાનગર નેચર કલબના ડાયરેક્ટર અનિરૂદ્ધ વસાવાએ મગરની વસ્તી ગણતરીમાં પડતી મુશ્કેલી ,મગરના વર્તન અને વ્યવહાર અંગેની વિગતો જણાવી હતી. મગરની વસ્તી ગણતરીમાં સૌથી વધુ મુશ્કેલી ગણતરી કરતા સભ્યને  થાય છે અને તેને નુકસાન ન થાય તે બાબતે વધુ તકેદારી રાખવી પડતી  હોય છે. બીજી તરફ મગરની સાઈઝની ગણતરી કરવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હોવાનું જણાવવામાં આવ્યું

ચરોતરના મગરોએ નથી પહોચાડ્યું નુકસાન

નેચર કલબના ડાયરેક્ટર અનિરૂદ્ધ વસાવાએ ઉમેર્યું હતું કે ચરોતરના આ તમામ ગામોના મગર ક્યારેય નુકસાન તો નથી જ પહોચાડતા, પણ ચોમાસામાં જ્યારે વધુ વરસાદ પડે ત્યારે મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. તો ક્યારેય રસ્તા ઉપર આવી જતા હોય છે આવા સમયે સ્થાનિક નાગરિકો  વન વિભાગ  કે નેચર કલબની મદદ દ્વારા મગરોને તળાવમાં સહી સલામત છોડી આવે છે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati