Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સાણંદની ટેકનોલોજીનો દુનિયાભરમાં ડંકો વાગશે, જાણો કારણ

ધોલેરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ, રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સાણંદ ખાતે ઉપસ્થિત રહ્યા. ધોલેરા ખાતે  91,000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ (TEPL)નો પ્લાન્ટ દેશનો સર્વપ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ તૈયાર થશે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સાણંદની ટેકનોલોજીનો દુનિયાભરમાં ડંકો વાગશે, જાણો કારણ
Follow Us:
| Updated on: Mar 13, 2024 | 5:36 PM

ધોલેરા અને સાણંદ ખાતે નિર્માણ પામનાર પ્રકલ્પો દેશની સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમને વેગ આપવામાં તથા ટેક્નોલોજિકલ ડિકેડ(Techade) અને વિકસિત ભારતના નિર્માણમાં ચાવીરૂપ

આ દરમ્યાન પ્રધાનમંત્રી નરેંદ્ર માંડીએ વિવિધ મુદાઓ ઉપર ચર્ચા કરી હતી તેની તરફ નજર કરવામાં આઆવએ તો.

◆ ભારત સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે મહાસત્તા બનવા જઈ રહ્યું છે ◆ ઈન્ડિયા કમિટ્સ, ઇન્ડિયા ડિલીવર્સ એન્ડ ડેમોક્રેસી ડિલીવર્સ ◆ ચિપ ઉત્પાદન ભારતને આત્મનિર્ભરતા તરફ, આધુનિકતા તરફ લઈ જશે ◆ આત્મવિશ્વાસુ યુવા રાષ્ટ્રનું ભાગ્ય બદલી નાખે છે ◆ ભારતની ઝડપી પ્રગતિ આપણી યુવા શક્તિમાં વિશ્વાસ વધારી રહી છે ◆ ચિપ ઉત્પાદન અમર્યાદિત શક્યતાઓના દ્વાર ખોલે છે ◆ ભારતનાં યુવાનો સક્ષમ છે અને તેમને તકની જરૂર છે. સેમીકન્ડક્ટર પહેલ આજે ભારતમાં આ તક લાવી છે

ફાઈનલ જીતવા છતાં ભારતને નહીં મળે ચેમ્પિયન્સ ટ્રોફી, આ છે કારણ
IPL ની સૌથી અમીર માલકિન કોણ છે? કાવ્યા મારન કે નીતા અંબાણી..
બ્રેકઅપના વર્ષો બાદ કરીના કપૂર Ex શાહીદ કપૂરને ભેટી પડી ! જુઓ-Video
ઘરમાં કબૂતરનું માળો બનાવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
Astrology : રાહુ ટૂંક સમયમાં શનિની રાશિમાં કરશે પ્રવેશ, આ 3 રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે
પીરિયડ્સ દરમિયાન ભૂલથી તુલસીને સ્પર્શ થાય તો શું કરવું જોઈએ?

કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દરમ્યાન જણાવ્યું કે, ફેબ્રુઆરી 2024માં દેશમાં 3 સેમિકન્ડકટર પ્લાન્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી અને 15 દિવસના ટૂંકા ગાળામાં જ આજે ત્રણ પ્લાન્ટનું ભૂમિ પૂજન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉત્તમ નિર્ણય શક્તિ અને વિઝનરી લીડરશીપને કારણે સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રી ભારતમાં શરૂ થઈ શકી. આવનારા દિવસોમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન સાણંદ અને મેડ ઇન આસામની ટેકનોલોજીનો દુનિયાભરમાં ડંકો વાગશે

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વિકાસના વિવિધ મુદાઓ પર ચર્ચા કરી હતી. તેમણે જણાવેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આઆવએ તો.. – સમસ્યાઓને સંભાવનાઓમાં બદલવી એ જ મોદીજીની ગેરંટી છે – વડાપ્રધાનના દિશાદર્શનમાં સેમિકન્ડક્ટર મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ગુજરાતને ભારતનું કેન્દ્ર બનાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર અગ્રેસર – સેમિકન્ડક્ટર જેવા ઊભરતા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે અલગ સેમિકન્ડક્ટર પોલિસી બનાવનારું ગુજરાત પહેલું રાજય છે – અત્યંત ટૂંકા ગાળામાં ખાતમુહૂર્ત થવા જઈ રહેલા સાણંદ અને ધોલેરા ખાતેના બે પ્લાન્ટ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારની કાર્ય પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે – વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’ના વિચારને વાસ્તવિક રૂપ આપવાની દિશામાં ભારત જલ્દી સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગ્લોબલ પ્લેયર બનીને ઊભરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઇન્ડિયાઝ ટેકેડઃ ચિપ્સ ફોર વિકસિત ભારત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી આશરે 1.25 લાખ કરોડ રૂપિયાની 3 સેમિકન્ડક્ટર સુવિધાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ભૂમિપૂજન કરાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમ્યાન જણાવ્યું કે, મેડ ઇન ઇન્ડિયા અને ડિઝાઇન ઇન ઇન્ડિયા ચિપ્સ ભારતને સ્વનિર્ભરતા અને આધુનિકીકરણ તરફ લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વિવિધ કારણોસર પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી ગયા પણ હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઇન્ડસ્ટ્રી 4.0નું નેતૃત્વ કરવાના ઇરાદા સાથે આગેકૂચ કરી રહ્યું છે.

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં થયેલી હરણફાળની વાત કરતા વડાપ્રધાનએ કહ્યું કે, બે વર્ષ અગાઉ સેમિકન્ડક્ટર મિશનની જાહેરાત વિશે વાત કરી હતી અને થોડા જ મહિનાઓ પહેલા એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા અને હવે ત્રણ પ્રોજેક્ટ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આમ, “ઈન્ડિયા કમિટ્સ, ઈન્ડિયા ડિલીવર્સ એન્ડ ડેમોક્રેસી ડિલીવર્સ’ શકય બન્યું છે.

ખાસ કરીને વડાપ્રધાનએ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર ઉત્પાદનમાં ભારતના વધતા યોગદાન વિશે પણ વાત કરી હતી, જેમાં તેમણે મોટા પાયે ઇલેક્ટ્રોનિક અને આઇટી હાર્ડવેર ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક ક્લસ્ટર્સ માટે પ્રદાન કરવામાં પીએલઆઇ(PLI) યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને કહ્યું હતું કે,”વર્ષ 2024માં જ રૂ. 12 લાખ કરોડથી વધારેનાં મૂલ્યની યોજનાઓનું લોકાર્પણ/ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.” વડાપ્રધાને ગઈકાલે પોખરણમાં ભારત શક્તિ કવાયતનો ઉલ્લેખ કર્યો હતો જેણે 21મી સદીનાં ભારતનાં આત્મનિર્ભર સંરક્ષણ ક્ષેત્રની ઝાંખી કરાવી હતી અને ભારત અગ્નિ-5 સ્વરૂપે વિશ્વની વિશિષ્ટ ક્લબમાં સામેલ થયું હતું.

નમો ડ્રોન દીદી યોજના હેઠળ 2 દિવસ પહેલા જ હજારો ડ્રોન મહિલાઓને સોંપવામાં આવ્યા હતા જેણે કૃષિમાં ડ્રોન ક્રાંતિની શરૂઆત કરી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ગગનયાન માટે ભારતની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે અને તાજેતરમાં જ ભારતના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટરનું પણ ઉદ્ઘાટન થયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, “આ તમામ પ્રયાસો ભારતને વિકાસના લક્ષ્યની નજીક લઈ જઈ રહ્યા છે અને ચોક્કસપણે, આજની આ ત્રણ યોજનાઓની પણ આમાં મોટી ભૂમિકા હશે.

વડાપ્રધાને આજની દુનિયામાં AI ના ઉદભવ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને ટૂંક સમયમાં જ તેમના સંબોધનનું બહુવિધ ભાષાઓમાં ભાષાંતર થવાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે તેમનો સંદેશો સમગ્ર દેશમાં ભારતીય ભાષાઓમાં ફેલાવવાની પહેલ કરવા બદલ ભારતનાં યુવાનોની પ્રશંસા કરી હતી.

આજના આ કાર્યક્રમમાં ધોલેરા ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને અને TATA ઇલેક્ટ્રોનિક્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. રણધીર ઠાકુર વચ્ચે તથા સાણંદ ખાતે મિશન ડાયરેક્ટ – GSEM વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મનીષ ગુરવાણી તેમજ CG પાવરના ચેરમેન વેલ્લાયન સુબૈયા વચ્ચે ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં MOU સાઇન કરવામાં આવ્યા હતા.

સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
અમદાવાદ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફેનું કરાયું લોકાર્પણ
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
Mehsana : બેફામ ડમ્પરની અડફેટે રાહદારી વૃદ્ધાનું મોત
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા અપાર ! PMને જોતા જ યુવક ચોધાર આંસુએ રડ્યો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
નકલી ઘોડાનું મુવીમાં આ રીતે થાય છે શૂટિંગ-જુઓ વીડિયો
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા 7 કરોડના હીરા, આરોપીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત મળશે
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા જિલ્લાનું હવામાન
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
વીરપુર આવીને સ્વામી જ્ઞાનપ્રકાશે આખરે માંગી માફી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">