Ahmedabad : SVPI એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સિક્યોરિટી હોલ્ડ વિસ્તારમાં વધારો કરાશે, મુસાફરોની સુવિધાઓ વધશે

Ahmedabad News : ઍરપોર્ટ પર સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિકની માગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે.

Ahmedabad : SVPI એરપોર્ટ પર પ્રવાસીઓ માટે સિક્યોરિટી હોલ્ડ વિસ્તારમાં વધારો કરાશે, મુસાફરોની સુવિધાઓ વધશે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 26, 2023 | 12:41 PM

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હવે મુસાફરોને વધુ સારો અનુભવ થશે. સતત વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને જોતા ડિપાર્ચર એરિયામાં સિક્યોરિટી હોલ્ડ વિસ્તારને વધારવામાં આવશે. લેવલ 1 પર સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ટ્રાફિકની માગને પહોંચી વળવા તેની સુવિધાઓ અને સવલતોમાં વધારો કરાશે. જેમાં બેબી-કેર રૂમ અને સ્મોકિંગ લાઉન્જને પણ જ આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો-Breaking News: દિલ્હી મેયર ચૂંટણીમાં ભાજપે તેના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યું, AAPના શૈલી ઓબેરોય બિનહરીફ ચૂંટાયા

મુસાફરોની સંખ્યા 10 મિલિયનને આંબી જવાનો વિક્રમ

તાજેતરમાં અમદાવાદ એરપોર્ટે પર આવાગમન કરતા મુસાફરોની સંખ્યા 10 મિલિયનને આંબી જવાનો વિક્રમ સર્જ્યો છે. ઝડપથી વધી રહેલી મુસાફરોની સંખ્યા અને એરક્રાફ્ટની અવરજવરના પગલે SVPI એરપોર્ટ કનેક્ટિવિટી વધારવાની સાથે ઇન્ફ્રા ડેવલપમેન્ટ દ્વારા ગ્રાહકોને બહેતર સુવિધાઓ પ્રદાન કરવા પ્રયાસરત છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

વિવિધ સુવિધાઓનો વિસ્તાર કરાશે

રિએન્જિનિયરિંગ દ્વારા ટર્મિનલની અંદરનો વિસ્તાર 1800 sqm વધારવામાં આવશે. જેમાં હાલના બેબી-કેર રૂમ, સ્મોકિંગ લાઉન્જ, ફૂડ અને બેવરેજીસ આઉટલેટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના રિટેલ આઉટલેટ્સ, વર્લ્ડક્લાસ બેઠક વિસ્તાર સહિતની સુવિધાઓ સમાવવામાં આવશે.

મુસાફરોને આનંદદાયક અનુભવ મળશે

T1 પર નવા અત્યાધુનિક લૂક ધરાવતા ફર્સ્ટ ફ્લોરનું નવીનીકરણ અને વિસ્તરણ લગભગ ત્રણ મહિનામાં પૂર્ણ થશે. જો કે મુસાફરો માટે કેટલીક આવશ્યક સેવાઓ એક મહિનામાં જ ઉપલબ્ધ કરાવાશે. SVPIA એરપોર્ટ પર મુસાફરોને આનંદદાયક અનુભવ મળે તે માટે હજુ કેટલાય સુખદ આસ્ચર્યો પાઇપ લાઇનમાં છે!

એરપોર્ટ પર સમર કાર્નિવલ 2023 શરુ થયો

મહત્વનું છે કે બીજી તરફ ઉનાળુ વેકેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમર કાર્નિવલ 2023 શરુ થયો છે. વેકેશનમાં 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ સાથે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવી શકાશે. ગત વર્ષે ખૂબ વખાણાયેલો સમર કાર્નિવલ આ વર્ષે 23મી એપ્રિલથી 70 દિવસ સુધી ચાલશે. શોપોહોલિક અને ખાણીપીણીના રસીયાઓ માટે 100+ ઑફર્સ સાથે સમર કાર્નિવલ 2જી જુલાઈ સુધી ચાલુ રહેશે.

આ કાર્નિવલમાં મુસાફરોને ફૂડ એન્ડ બેવરેજીસ કોમ્બોઝ, કોમ્પ્લિમેન્ટરી એડ-ઓન્સ, ડિસ્કાઉન્ટ સાથે નવી પ્રોડક્ટ લોન્ચ, પેકેજ ડીલ્સ, BOGO વગેરે જેવી પસંદગીઓ મળશે. એટલું જ નહી, ઑફર્સની સાથો-સાથ મુસાફરોને અવનવી સરપ્રાઈઝ પણ મળશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">