BZ ગ્રુપ કૌભાંડ : આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ, રોકડ અને ગિફ્ટ મેળવનારા લોકોમાં ફફડાટ, જુઓ Video
BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોને લઈને CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
BZ ગ્રુપના કરોડોના કૌભાંડનો મામલે CIDની તપાસમાં દિવસે દિવસે ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોને લઈને CID દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગરની આંગડિયા પેઢીમાં હિસાબોની તપાસ હાથ ધરવામાં આવશે. CIDએ આંગડિયા સંચાલકો પાસેથી તમામ વિગતો મંગાવી છે. વ્યવહારોની વિગતો લઈ હાજર થવા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે.
રોકડ અને ગિફ્ટ મેળવનારા લોકોમાં ફફડાટ
કેટલાક વ્યવહારોને લઈને પણ અનેક ખુલાસા થઈ શકે છે. અનેક વ્યવહારો શંકાસ્પદ હોવાને લઈને CIDએ તપાસ હાથ ધરી છે. રોકાણકારોના કરોડો રૂપિયા મોજશોખમાં ઉડાવ્યાની વિગતો પણ સૂત્રો પાસેથી મળી રહી છે. પોન્ઝી સ્કીમના પ્રોટેક્શન માટે મોટી રકમ ખર્ચી હોવાનું પણ સામે આવી રહ્યું છે. જો કે હવે રોકડ અને ગિફ્ટ મેળવનારા લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
Latest Videos