Gujarat Video: અમદાવાદમાં બાળક વરઘોડામાં પૈસા વિણવા ગયો અને ઘોડાએ મારી લાત, બાળકનું થયુ મોત

Gujarat Video: અમદાવાદમાં બાળક વરઘોડામાં પૈસા વિણવા ગયો અને ઘોડાએ મારી લાત, બાળકનું થયુ મોત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 4:57 PM

હાલ એક એવી જ ઘટના અમદાવાદથી સામે આવી છે, જ્યા લગ્નમાં વરરાજા માટે લાવવામાં આવેલા ઘોડાની લાત વાગતા બાળકનું મોત થયું છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આ બનાવ બન્યો છે.

હાલ લગ્નની મોસમ ચાલી રહી છે, જેના કારણે લગ્નમાં અનેક વાર અકસ્માતની ઘટના પણ સામે આવે છે, જેના કારણે લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ જાય છે, હાલ એક એવી જ ઘટના અમદાવાદથી સામે આવી છે, જ્યા લગ્નમાં વરરાજા માટે લાવવામાં આવેલા ઘોડાની લાત વાગતા બાળકનું મોત થયું છે.

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આ બનાવ બન્યો છે, લગ્નના વરઘોડામાં રૂપિયા વિણતી સમયે આ ઘટના બની છે. વરઘોડામાં ઘોડાને નચાવવામાં આવ્યો હતો, ત્યારે તેના સગાવાલા પૈસા ઉડાળી રહ્યા અને બાળક પૈસા વીણવામાં માટે ઘોડાની પાસે ગયો હતો, મળતી માહિતી મુજબ બાળકો પૈસા લેવા માટે ઘોડાની આગળ પાછળ દોડતા હતા. મહત્વનું છે કે પૈસાની વિણવા માટે એક બાળકનું મોત થયું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 25, 2023 07:13 PM
g clip-path="url(#clip0_868_265)">