આજનું હવામાન : રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. ગુજરાત પર આવતા પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. તેમજ કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ,દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 જાન્યુઆરી પછી ઠંડીમાં ઘટવાની શક્યતા વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. અમદાવાદ – ગાંધીનગરનું લઘુતમ તાપમાન વધી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે.