Breaking News : WPL 2025નું શેડ્યૂલ જાહેર, BCCIએ પહેલીવાર લીધો આ મોટો નિર્ણય

BCCI એ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL 2025)નું શેડ્યૂલ જાહેર કર્યું છે. લીગની આ ત્રીજી સિઝન છે અને છેલ્લી વખતની જેમ આ વખતે પણ લીગની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયનની મેચથી થશે. પ્રથમ મેચ સ્મૃતિ મંધાનાની કેપ્ટન્સીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો ગુજરાત જાયન્ટ્સ સામે થશે. 32 દિવસમાં 22 મેચો રમાશે.

Breaking News : WPL 2025નું શેડ્યૂલ જાહેર, BCCIએ પહેલીવાર લીધો આ મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Jan 16, 2025 | 9:25 PM

વિમેન્સ પ્રીમિયર લીગની નવી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ચાહકોની રાહ થોડા દિવસોમાં ખતમ થવાની છે. WPLની ત્રીજી સિઝન 14મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે અને ફરી એકવાર 5 ટીમોની આ લીગમાં જોરદાર એક્શન જોવા મળશે. ટુર્નામેન્ટ શરૂ થવામાં હજુ થોડા અઠવાડિયા બાકી છે પરંતુ તે પહેલા એક જાહેરાત કરવામાં આવી છે.

14મી ફેબ્રુઆરીથી શરૂ થશે WPL

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગુરુવારે 16 જાન્યુઆરીએ WPL 2025નું શેડ્યૂલ જાહેર કર્યું છે. 14મી ફેબ્રુઆરીથી શરૂ થનારી અઅ ટૂર્નામેન્ટ 15મી માર્ચે યોજાનારી ટાઈટલ મેચ સુધી ચાલશે. હવે ચાહકો માટે કેલેન્ડર પર તેમની મનપસંદ ટીમની મેચની તારીખોની ખાસ નોંધ કરવાનો સમય આવી ગયો છે.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

પ્રથમ વખત 4 સ્થળોએ મુકાબલા યોજાશે

આ વખતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે WPLનો વ્યાપ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. લીગની પ્રથમ સિઝન માત્ર મુંબઈના બે અલગ અલગ મેદાનમાં રમાઈ હતી, જ્યારે છેલ્લી સિઝન બેંગલુરુ અને દિલ્હીમાં રમાઈ હતી. હવે પ્રથમ વખત, BCCIએ લીગને વિસ્તારવાનો અને 2ને બદલે 4 સ્થળોએ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આ વખતે લીગનું આયોજન લખનૌ, મુંબઈ, વડોદરા અને બેંગલુરુમાં કરવામાં આવશે, જ્યાં 32 દિવસમાં 22 મેચો રમાશે.

વડોદરાથી શરૂઆત, મુંબઈમાં થશે ફાઈનલ

દર વખતની જેમ આ વખતે પણ નવી સિઝનની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયનની મેચથી થશે. ગત સિઝનની વિજેતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 14 ફેબ્રુઆરીએ ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ 6 મેચ વડોદરામાં જ રમાશે, ત્યારબાદ 21 ફેબ્રુઆરીથી બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટની 8 મેચ રમાશે. 3 માર્ચથી લખનૌમાં 4 મેચો રમાશે, ત્યારબાદ ટૂર્નામેન્ટ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સમાપ્ત થશે, જ્યાં ક્વોલિફાયર અને ફાઈનલ સહિત છેલ્લી 4 મેચો રમાશે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયામાં નાલેશીભરી હાર બાદ BCCI આકરાપાણીએ, ખેલાડીઓને અપાતી આ સુવિધા કરી દીધી બંધ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
g clip-path="url(#clip0_868_265)">