સુરતમાંથી બનાવટી ડોક્યુમેન્ટ સાથે ઝડપાયો બંગાળી વિધર્મી, લીવ ઈનમાં રહેવા ખોટા નામથી બનાવ્યુ આધાર કાર્ડ- Video
સુરત શહેરમાં બનાવટી ડોક્યુમેન્ટ આધારે હિંદુ નામ ધારણ કરનાર યુવકને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીને મુંબઈની નેપાળી યુવતી સાથે પ્રેમ હતો અને લીવ ઇન રીલેશનશીપમાં રહેવા ભાડાના મકાન માટે ખોટા નામનું આધારકાર્ડ બનાવ્યું હતું
સુરત શહેરમાં એસઓજી પોલીસની ટીમે બનાવટી ડોક્યુમેન્ટ આધારે હિંદુ નામ ધારણ કરી રહેતા યુવકને ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસની ટીમે પોલીસે રાંદેર વિસ્તારમાંથી મૂળ પશ્વિમ બંગાળના વતની આરોપી મુસીબલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખ [ઉ.26] ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી બે અલગ અલગ નામ વાળા ભારતીય આધારકાર્ડ, પાનકાર્ડ તથા આરસીબુક અને એક મોબાઈલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી સુરત ખાતે છેલ્લા 14 વર્ષથી રહી અલગ અલગ સ્પામાં નોકરી કરતો હતો અને તે દરમ્યાન દોઢ વર્ષ પહેલા તેની ઓળખાણ મુંબઈ રહેતી નેપાળી યુવતી સાથે થઇ હતી અને તેની સાથે લવ મેરેજ કરવાના હોય અને તેની સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માટે તે હિંદુ વિસ્તારમાં ભાડાનું મકાન શોધતો હતો અને તેણે પોતાના મોબાઈલ ફોનમાં એપ્લીકેશનની મદદથી પોતાનું ખોટા નામનું બનાવટી આધારકાર્ડ બનાવી હિંદુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો હતો. હાલ આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો