AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયુ, ઓફિસ ખાલી કરવા કર્યો આદેશ

રાજકોટ મનપામાં વિપક્ષના નેતા ભાનુ સોરાણીને કાર જમા કરાવવા અને મનપા કચેરીમાં આવેલી વિપક્ષની ઓફિસ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ અગાઉ જૂનાગઢમાં પણ મનપાના વિપક્ષનું પદ છીનવાયુ હતુ.

Breaking News : રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવાયુ, ઓફિસ ખાલી કરવા કર્યો આદેશ
Rajkot Municipal Corporation
| Updated on: Apr 26, 2023 | 10:22 AM
Share

જૂનાગઢ બાદ રાજકોટ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ પાસેથી વિપક્ષના નેતાનુ પદ છીનવાયુ છે. વિપક્ષના નેતા ભાનુ સોરાણીને કાર જમા કરાવવા અને મનપા કચેરીમાં આવેલી વિપક્ષની ઓફિસ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો છે. ભાનુ સોરાણી આજે ઓફિસ ખાલી કરી દેશે. મનપામાં નિયમ મુજબ કોર્પોરેટરની સભ્ય સંખ્યા ના હોવાથી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરીએ, મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી, કોંગ્રેસના નેતાને વિપક્ષ તરીકે મળી રહેલા લાભ પરત લેવા જાણ કરી હતી.

આ પણ વાંચો : Rajkot: રાજકોટની 100 વર્ષથી પણ જૂની મરચા પીઠ વિશે ખબર છે ? કઈ રીતે તૈયાર થાય છે મરચાં અને મસાલાં, જુઓ Photos

જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ વિપક્ષનું પદ રદ

આ અગાઉ જૂનાગઢ મહાનગર પાલિકામાં પણ વિપક્ષનું પદ રદ કરવામાં આવ્યુ હતું. જૂનાગઢ પાલિકામાં વિપક્ષનેતાઓને છેલ્લા 4 વર્ષથી કાર સહિત અનેક સુવિધા આપવામાં આવી હતી. પરંતુ મનપાના ભાજપ શાસકો જનરલ બોર્ડ બોલાવી અચાનક જ વિરોધ પક્ષનું પદ પરત લેવામાં આવ્યુ હતુ. જેથી વિરોધ પક્ષના નેતાઓએ ભાજપ વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કર્યો હતા.

આ પણ વાંચો : Rajkot : વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત CMએ લીધી રાજકોટની મુલાકાત, સૌરાષ્ટ્રના રોડ રસ્તાની ફરિયાદ બાબતે સ્થાનિક નેતાઓને કરી ટકોર

રાહુલ ગાંધીનું લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ થયુ રદ

તો બીજી તરફ માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ હતુ. 2019ના મોદી સરનેમ કેસમાં સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે પછી હવે રાહુલ ગાંધીએ તેમનું લોકસભાનું સંસદ પદ ગુમાવ્યુ હતુ. કોર્ટના નિર્ણય પર જલ્દી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ હતુ. ત્યારે હવે સજા પર પ્રતિબંધ મુકવાની માગ સાથે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઇ ?

જો મામલા અંગે વિગતે વાત કરીએ તો કર્ણાટક ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">