Ahmedabad મુંબઇ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં,162 કિલોમીટરનું ફાઉન્ડેશન કાર્ય પૂર્ણ
રેલવે મંત્રાલયે જાહેર કરેલા પ્રોગ્રેસ રિપોર્ટમાં જણાવ્યું છે કે 508.18-કિમીના રૂટમાંથી 162 કિમી ફાઉન્ડેશન વર્ક અને 79.2 કિમી પર પિયર કામ પૂર્ણ થઈ ગયું છે. સાબરમતી ખાતે પેસેન્જર ટર્મિનલ હબનું કામ પણ પૂર્ણતાને આરે છે.
અમદાવાદ(Ahmedabad)મુંબઇ બુલેટ ટ્રેનને(Bullet Train)કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. જેમાં રેલવે મંત્રાલયે જાહેર કરેલા પ્રોગ્રેસ રિપોર્ટમાં જણાવ્યું છે કે 508.18-કિમીના રૂટમાંથી 162 કિમી ફાઉન્ડેશન વર્ક અને 79.2 કિમી પર પિયર કામ પૂર્ણ થઈ ગયું છે. સાબરમતી ખાતે પેસેન્જર ટર્મિનલ હબનું કામ પણ પૂર્ણતાને આરે છે.ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાં સ્થિત પ્રોજેક્ટની કુલ 352 કિમીના કામમાં સિવિલ વર્ક ડિસેમ્બર 2020 થી વિવિધ તબક્કામાં શરૂ થઈ ગયા છે.
આ ઉપરાંત જો જમીન સંપાદનની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં 98.8 ટકા, દાદરા નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્રમાં 75.25 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બુલેટ ટ્રેનના કામના પ્રગતિ અહેવાલ પર નજર કરીએ તો 1) ગુજરાત વિભાગમાં 75 KM પિયરનું કામ પૂર્ણ, 2) ગુજરાત વિભાગમાં 156 KMનું પાઈલીંગ કામ પૂર્ણ, 3) ગુજરાતના તમામ 8 સ્ટેશનો પર કામ પૂર્ણ થવાના વિવિધ તબક્કાઓ હેઠળ છે. 4) 352 KMના વિભાગ માટે 100 ટકા સિવિલ અને ટ્રેક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ હાઇ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ માટે બિડ મંગાવવામાં આવી
આ ઉપરાંત NHSRCLદ્વારા C1 પેકેજ હેઠળ મુંબઈ ખાતે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ હાઇ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ માટે બિડ મંગાવવામાં આવી છે. જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર તે એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. BKC સ્ટેશન ઉપરાંત, C1 પેકેજ ટેન્ડરમાં 467 મીટરની કટ અને કવર લંબાઈ અને 66 મીટરની વેન્ટિલેશન શાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ શાફ્ટનો ઉપયોગ ટનલ બોરિંગ મશીન (રિકવરી શાફ્ટ)ને બહાર કાઢવા માટે પણ કરવામાં આવશે. સ્ટેશનમાં 6 પ્લેટફોર્મ હશે અને દરેક પ્લેટફોર્મની લંબાઈ લગભગ 415 મીટર કોચની બુલેટ ટ્રેનને સમાવવા માટે પૂરતી હશે. સ્ટેશનને મેટ્રો અને રોડ દ્વારા જોડવામાં આવશે.
આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ HSR સ્ટેશન એ મુંબઈ અમદાવાદ HSR કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે. આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે. પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર સહિત ત્રણ માળ હશે. બે એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એક મેટ્રો લાઈન 2Bના નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે અને બીજો MTNL ભવન તરફ જવા માટે.