AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ફાયર બ્રિગેડના માળખાને સુદ્રઢ કરવા છોટા ઉદેપૂરમાં મોડેલ ફાયર સ્ટેશન બનશે

ગુજરાતમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં સીએમ  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે.

ગુજરાતમાં ફાયર બ્રિગેડના માળખાને સુદ્રઢ કરવા છોટા ઉદેપૂરમાં મોડેલ ફાયર સ્ટેશન બનશે
Fire BrigadeImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2022 | 4:32 PM
Share

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  રાજ્યના ફાયર બ્રિગેડના(Fire Brigade)  સુદ્રઢ કરીને સમયાનુકુલ સાધનોથી સજ્જ કરવાનો જનહિત અભિગમ અપનાવ્યો છે. રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં સીએમ  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે. આ સંદર્ભમાં, તેમણે રાજ્યની છોટાઉદેપૂર નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

પાંચ કરોડ 48 લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા

મુખ્યમંત્રી સમક્ષ આ અંગેની દરખાસ્ત કમિશનર, મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન દ્વારા રજુ કરવામાં આવી હતી. તદઅનુસાર, મુખ્યમંત્રીએ છોટાઉદેપૂરમાં સુચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડીંગ, સ્ટાફ કવાટર્સ ટેન્કરૂમ, ઓવરહેડ ટેન્ક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે પાંચ કરોડ ૧પ લાખ રૂપિયાના કામો, સોલાર રૂફટોપ સિસ્ટમ માટે ૧પ લાખ રૂપિયા સહિત અન્ય ખર્ચ મળી સમગ્રતયા પાંચ કરોડ 48 લાખ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, શહેરી વિકાસ વિભાગે રાજ્યના ૩ર જિલ્લાઓમાં ૩ર નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા ૩ર વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે. તદઅનુસાર, નાણાંકીય વર્ષ 2022-23 માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની 16 નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. 5.14 કરોડ પ્રમાણે રૂ. 82.24 કરોડની સૈદ્ધાંતિક અનૂમતિ મળેલી છે. એટલું જ નહિ, 2022-23 ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા 1 કરોડ પ્રમાણે રૂ. 16 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તેનાથી જિલ્લાઓમાં ફાયર-આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો ઝડપથી થઇ શકશે.

(With Input, Darshal Raval, Ahmedabad) 

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">