આ અઠવાડિયે OTT અને થિયેટરોમાં રિલીઝ થશે આ દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ, જુઓ લિસ્ટ
આ અઠવાડિયે દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થવાની સિરીઝ Money Heistની અને જોવાનું રહેશે કે દર્શકો બાકીની ફિલ્મોને પણ કેટલી પસંદ કરે છે.

સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું શરૂ થઈ ગયું છે, જ્યાં અમે તમારા માટે આ અઠવાડિયે રજૂ થનારી દમદાર ફિલ્મો અને વેબ સિરીઝની ખાસ યાદી લાવ્યા છીએ તો ચાલો એક નજર કરીએ આ ખાસ યાદી પર અને જાણીએ કઈ ફિલ્મ કયા દિવસે રિલીઝ થશે.

નેટફ્લિક્સ પર આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે Money Heist સિઝન 5. જો કે, આ 10-એપિસોડની શ્રેણીને આ વખતે 5-5 દ્વારા બે ભાગમાં વહેંચવામાં આવી છે. જ્યાં ભાગ 1, 3 સપ્ટેમ્બરના રોજ બપોરે 12.30થી સ્ટ્રીમ થશે. તે જ સમયે, તેનો ભાગ 2 બપોરે 1.30 વાગ્યે 3 ડિસેમ્બરથી સ્ટ્રીમ થશે.

માર્વેલની લોકપ્રિય ફિલ્મોમાંની એક બ્લેક વિડો (Black Widow) હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney plus Hotstar) પર 3 સપ્ટેમ્બરે (September 3) રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પ્રેક્ષકો હવે આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં જોઈ શકશે.

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અપારશક્તિ ખુરાનાની ફિલ્મ હેલ્મેટ (Helmet)નું ટ્રેલર 18 ઓગસ્ટના રોજ રિલીઝ થયું હતું. જ્યાં હવે આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે ઝી 5 પર રિલીઝ થવા જઈ રહી છે. જ્યાં દર્શકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

સિન્ડ્રેલા (Cinderella) આ અઠવાડિયે 3 સપ્ટેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં આપણે એક એવી છોકરીની વાર્તા જોવા જઈ રહ્યા છીએ જે એક પ્રખ્યાત ડિઝાઈનર બનવાની ઈચ્છા ધરાવે છે અને પોતાનું બુટિક ખોલવાનું સપનું જોવે છે. આપણે આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા જઈ રહ્યા છીએ.

બોલિવૂડ અભિનેતા આમિર ખાન (Aamir Khan)ના ભાઈ ફૈઝલ ખાન (Faissal Khan) ફરી એક વખત ઈન્ડસ્ટ્રીમાં પરત ફર્યા છે. જ્યાં તેમની ફિલ્મ 'ફેક્ટરી' (Faactory) આવતીકાલે એટલે કે 3 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે.