Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી
ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) 'બિગ બોસ' શો પર છવાઈ ગયા હતા. તેમને આ શોથી એટલી લોકપ્રિયતા મળી કે તે દરેકના દિલમાં ઘર કરી ગયા. પરંતુ હવે સિદ્ધાર્થ શુક્લા આ દુનિયામાં નથી. સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઘણા સ્ટાર્સે બિગ બોસમાંથી નામ કમાવ્યું પરંતુ કેટલાક સ્પર્ધકો હતા જેઓ ખૂબ જ ઓછા સમયમાં આ દુનિયા છોડી ચાલ્યા ગયા. જેમાં સિદ્ધાર્થ શુક્લા સહિત પ્રત્યુષા બેનર્જી અને સ્વામી ઓમ જેવા નામોનો સમાવેશ થાય છે.

'બિગ બોસ' શોને લીધે સિદ્ધાર્થ શુક્લાની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લા માત્ર બિગ બોસ 13 ના વિજેતા જ નહોતા, પરંતુ ચાહકોએ પણ તેમને ખૂબ પસંદ કર્યા હતા. પરંતુ 2 સપ્ટેમ્બરના રોજ મુંબઈના ઓશિવારા સ્થિત તેમના ફ્લેટમાં હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું. સિદ્ધાર્થે માત્ર 40 વર્ષની ઉંમરે જ આ દુનિયા છોડી દીધી.

સ્વામી ઓમ બિગ બોસ 10 ના સ્પર્ધક હતા. સ્વામી ઓમ (Swami Om) પોતાની હરકતોને કારણે, શોના સૌથી વિવાદાસ્પદ સ્પર્ધક બન્યા હતા. સ્વામી ઓમ લકવાગ્રસ્ત હતા. આ રોગને કારણે તેમનું અવસાન થયું હતું.

બિગ બોસ કન્નડનો ભાગ રહેલી અભિનેત્રી જયશ્રી રમ્મૈયા (Jayashree Ramaiah) લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. એમણે પણ આ વર્ષે આત્મહત્યા કરી લીધી હતી.

આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ જેડ ગુડી (Jade Goody) બિગ બોસની સીઝન 2 માં દેખાઈ હતી. જેડ ગુડી આ શો પહેલા તે બિગ બ્રધરનો પણ ભાગ રહી ચૂકી છે. તેમનું કેન્સર બીમારીથી મૃત્યુ થયું હતું.

અભિનેત્રી પ્રત્યુષા બેનર્જી પણ બિગ બોસ 7 નો ભાગ હતી. વર્ષ 2016 માં તેમણે પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

અભિનેતા સોમદાસ ચિતનૂર (Somdas Chathannoor) પણ હવે આ દુનિયામાં નથી. સોમદાસ બિગ બોસ મલયાલમનો ભાગ હતા. કોરોના રોગ કારણે તેમનું મૃત્યું થયું હતું.