Gujarati News » Entertainment » Popular couple karan mehra and nisha rawal used to love each other know how they break their relation
Birthday Special: મીડિયા સામે કરણે નિશાને કર્યું હતું પ્રપોઝ, લગ્ન બાદ લાગ્યા ગભીર આરોપો, થયા છૂટાછેડા
ટીવી સ્ટાર કરણ મહેરા 10 સપ્ટેમ્બરે તેનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કારણ અને નિશા રાવલની જોડી ટીવીની લોકપ્રિય જોડીમાંની એક હતી. દરેકને બંનેની જોડી પસંદ હતી, પરંતુ કોણ જાણતું હતું કે આ જોડી લાંબા સમય સુધી સાથે નહીં રહે.
યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકના પાત્રથી ખ્યાતિ મેળવનાર કરણ મહેરાએ નિશા રાવલને ઘણા વર્ષો સુથી ડેટ કર્યા હતા.
1 / 5
5 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ કરણે નિશાને તેના જન્મદિવસ પર મીડિયાના ફોટોગ્રાફર્સ સામે પ્રપોઝ કર્યું હતું.
2 / 5
આ પછી બંનેએ શાહી શૈલીમાં લગ્ન કર્યા. લગ્ન પછી, બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે રોમેન્ટિક પોસ્ટ્સ શેર કરતા હતા. બંને ખૂબ ખુશ હતા અને થોડા સમય પછી બંનેને એક દીકરો થયો.
3 / 5
પરંતુ કોણ જાણતું હતું કે તેમની પ્રેમ કહાની લાંબી ચાલશે નહીં. હકીકતમાં, તે જ વર્ષે, નિશાએ કરણ પર મારપીટનો આરોપ લગાવ્યો અને તે જ સમયે તેણે કરણને છૂટાછેડા આપવાનો નિર્ણય લીધો હતો.
4 / 5
નિશાએ કરણ પર છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. નિશાનું કહેવું છે કે કરણનું બીજા કોઈ સાથે અફેર છે. નિશા અને કરણ હવે અલગ થઈ ગયા છે અને દીકરો હાલમાં નિશા સાથે રહે છે.