WPL 2024માં કાર્તિક આર્યનથી લઈને વરુણ ધવન સુધી, ઓપનિંગ સેરેમનીમાં સેલેબ્સે આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ

વુમન્સ પ્રીમિયર લીગ 2024 ની બીજી સીઝન 23 ફેબ્રુઆરીથી આયોજિત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યનથી લઈને વરુણ ધવન સુધીના દરેકે પોતાના શાનદાર પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા.

WPL 2024માં કાર્તિક આર્યનથી લઈને વરુણ ધવન સુધી, ઓપનિંગ સેરેમનીમાં સેલેબ્સે આપ્યું ધમાકેદાર પરફોર્મન્સ
wpl 2024 opening cermony
Follow Us:
| Updated on: Feb 23, 2024 | 8:08 PM

વુમન્સ પ્રીમિયર લીગ 2024 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. ટુર્નામેન્ટની બીજી સીઝનમાં કુલ 5 ટીમોએ ભાગ લીધો છે. લીગની શરૂઆત બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ઉપવિજેતા દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચથી થાય છે. આ મેચ પહેલા બીસીસીઆઈ એ ઓપનિંગ સેરેમનીમાં બોલિવુડ સ્ટાર્સે પોતાના જબરદસ્ત પરફોર્મન્સથી દર્શકોને નાચવા માટે મજબૂર કરી દીધા હતા. કાર્તિક આર્યનથી લઈને વરુણ ધવન સુધીના દરેકે ઓપનિંગ સેરેમનીમાં પોતાના શાનદાર ડાન્સ પરફોર્મન્સથી ધમાલ મચાવી દીધી હતી.

અહીં જુઓ WPL ઓપનિંગ સેરેમનીનો વીડિયો

ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યનનું પરફોર્મન્સ

WPL 2024 ના ઓપનિંગ સેરેમનીમાં કાર્તિક આર્યને પણ યા મેં ગલત અને દિલ ચોરી સડ્ડા હો ગયા પર તેના અદભૂત ડાન્સ પરફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ઓપનિંગ સેરેમનીમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનું પરફોર્મન્સ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘શેરશાહ’ના ચાર્ટબસ્ટર ગીત ‘રાતા લાંબિયાં’ના રિમિક્સમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સિલ્વર બ્લેઝર, મેચિંગ પેન્ટ અને બ્લેક ટી-શર્ટ પહેરીને સિદ્ધાર્થે સ્ટેજ પર ધૂમ મચાવી હતી.

ઓપનિંગ સેરેમનીમાં શાહિદ કપૂરનું પર્ફોર્મન્સ

શાહિદ કપૂરે ‘જબ વી મેટ’ નાગડા નગાડા અને તેની કેટલીક હિટ ફિલ્મોના ગીતો પર શાનદાર ડાન્સ કર્યો હતો. શાહિદ કપૂર 2023ની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. એક્ટરે કબીર સિંહની સ્ટાઈલમાં બાઇક પર શાનદાર એન્ટ્રી કરી હતી.

ઓપનિંગ સેરેમનીમાં વરુણ ધવનનું પરફોર્મન્સ

ઓપનિંગ સેરેમનીમાં વરુણ ધવને પોતાના પરફોર્મન્સથી બધાને ડાન્સ કરવા મજબૂર કરી દીધા હતા. તેને ‘અપના બના લે’, ‘પલટ’, ‘બેશર્મી કી હાઈટ’ અને ‘મુકાબલા’ જેવા ઘણા ગીતો પર ડાન્સ કર્યો. તેણે યુપી વોરિયર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.

ઓપનિંગ સેરેમનીમાં ટાઈગર શ્રોફનું પરફોર્મન્સ

ટાઇગર શ્રોફે ‘વ્હિસલ બાજા’, ‘ઘુંઘરૂ’ અને અન્ય ગીતો પર તેના ડાન્સ મૂવ્સથી આખા સ્ટેડિયમને આગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો: સુહાના ખાને તેના પૈસાનું કર્યું રોકાણ, ડેબ્યૂ ફિલ્મની રિલીઝ પછી અલીબાગમાં ખરીદી નવી પ્રોપર્ટી

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">