શાહિદ કપૂર
શાહિદ કપૂર હિન્દી ફિલ્મોનો ફેમસ એક્ટર છે. શાહિદ કપૂરનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ પંકજ કપૂર છે જે એક ફેમસ ફિલ્મ એક્ટર છે. તેની માતાનું નામ નીલિમા અઝીમ છે. તેને 3 ભાઈ-બહેન છે – સના કપૂર, ઈશાન ખટ્ટર અને રૂહાન કપૂર.
ફિલ્મોમાં આવતા પહેલા શાહિદે ઘણા મ્યુઝિક વીડિયો અને ટીવી કમર્શિયલમાં કામ કર્યું છે. તે ઘણા સમયથી હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. ઓનસ્ક્રીનની સાથે સાથે તે તેની ઓફસ્ક્રીન લાઈફને કારણે પણ લાઈમલાઈટમાં રહે છે. તે તેના ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતો છે અને બોલિવુડમાં તેને એક સારા ડાન્સર તરીકે ઓળખવામાં આવે છે.
શાહિદની ફિલ્મ કરિયરની શરૂઆત લીડ એક્ટર તરીકે ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’થી થઈ હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી શાહિદે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તે બહુ સફળ રહી ન હતી. ‘વિવાહ’, ‘આર રાજકુમાર’, ‘પદ્માવત’ અને ‘જબ વી મેટ’ ફિલ્મોમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેનું કરિયર ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું છે પરંતુ તેને ક્યારેય હાર માની નથી. શાહિદ કપૂરે વર્ષ 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. શાહિદને 2 બાળકો છે, પુત્રીનું નામ ‘મીશા’ અને પુત્રનું નામ ‘ઝૈન’ છે.
IIFA 2025 : બ્રેકઅપના 18 વર્ષ બાદ ગળે લાગ્યા કરીના કપૂર અને શાહિદ કપૂર, જુઓ વીડિયો
જયપુરમાં ચાલી રહેલા IIFAમાં એક એવો નજારો જોવા મળ્યો કે જેમણે તમામ ચાહકોને ચોંકાવી દીધા છે. અત્યારે તો IIFA કરતા આ વીડિયોની વધારે ચર્ચા થઈ રહી છે. IIFAની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરીના કપૂર ખાન, શાહિદ કપૂરને ગળે લાગતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Mar 9, 2025
- 11:15 am
માતાએ 3 તો પિતાએ કર્યા છે 2 વખત લગ્ન, અભિનેતાએ 13 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, આવો છે પરિવાર
બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરે રોમેન્ટિક ફિલ્મથી બોલિવુડ કરિયરની શરુઆત કરી હતી. તેમજ તેનાથી 13 વર્ષ નાની છોકરી સાથે લગ્ન કર્યા આજે 2 બાળકોનો પિતા છે શાહિદ કપૂર,ચાહકો તેને નવા અવતારમાં જોવાનું પસંદ કરે છે. કબીર સિંહ અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી. તો આજે શાહિદ કપૂરના પરિવાર વિશે જાણો.
- Nirupa Duva
- Updated on: Feb 26, 2025
- 2:58 pm