કાર્તિક આર્યન
બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝમાં કાર્તિક આર્યને ધૂમ મચાવી દીધી છે. તે એક જાણીતા ઈન્ડિયન એકેટર છે. કાર્તિકનો જન્મ 22 નવેમ્બર 1990માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેના માતા-પિતા બંને ડોક્ટર છે પિતા બાળરોગ નિષ્ણાંત છે અને માતા સ્ત્રીરોગના નિષ્ણાંત ડોક્ટર છે. કાર્તિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જો કે કાર્તિક હંમેશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા ઈચ્છતો હતો.
કાર્તિકે વર્ષ 2011માં અભિનયની સફર શરૂ કરી હતી. તે પ્યાર કા પંચનામા નામની હિન્દી ફિલ્મ હતી. જેમાં તે રજત નામના છોકરાનું કેરેક્ટર નિભાવી રહ્યો હતો. આ ફિલ્મમાં તેણે લગભગ 5 મિનિટ સુધી પોતાના ડાયલોગ્સ અટક્યા વગર બોલ્યા હતા. જે હિન્દી ફિલ્મમાં સૌથી લાંબો ડાયલોગ્સ ગણવામાં આવે છે. તેણે લુકા છુપ્પી અને ભૂલ ભૂલૈયા 2 જેવી મુવીમાં શાનદાર કેરેક્ટર નિભાવ્યા છે. તેની દરેક મુવીમાં તેની એક્ટિંગ સ્કીલ ઉભરાઈને બહાર આવે છે.
તેણે પ્યાર કા પંચનામા, સોનૂ કે ટીટૂ કી સ્વીટી, લુકા છુપ્પી, લવ આજ કલ, ફ્રેડી, ભૂલ ભૂલૈયા 2, શહઝાદા તેમજ તૂ જૂઠી મેં મક્કાર વગેરે ફિલ્મમાં શાનદાર રીતે કામ કર્યું છે. તેણે ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.
છેલ્લા 5 વર્ષમાં કાર્તિકનું કરિયર સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યું છે. એ હકીકતથી જ સમજી શકાય છે કે તેને 2018માં રિલીઝ થયેલી સોનુ કે ટીટુ કી સ્વીટી માટે રુપિયા 1 કરોડ મળ્યા હતા અને આજે તે એક ફિલ્મ માટે લગભગ રુપિયા 40 કરોડ ચાર્જ કરી રહ્યો છે.