Sonam Kapoorનું લંડન વાળુ ઘર નથી કોઈ મહેલથી ઓછું, તસ્વીરો કરાવશે રાજવી પરિવારનો અહેસાસ
સોનમ કપૂર (Sonam kapoor) આ દિવસોમાં પતિ આનંદ સાથે મુંબઈ આવી છે. તેમણે પોતાના લંડનના ઘરની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે જોઈને તમને આશ્ચર્ય થશે.

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. તેનો લૂક ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોનમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આજે તેમણે ચાહકોને તેમના લંડનનાં ઘરની ઝલક આપી છે. જેને જોઈને તમને રાજવી પરિવારની ફિલ થવાની છે.

સોનમે તેના ઘરનું ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસ્વીરો તેણે શેર કરી છે. સોનમનું ઘર જોઈને તમને મહેલો યાદ આવી જશે.

સોનમે બેડરૂમથી લઈને બાથરૂમ સુધી તેના ઘરના દરેક ખૂણાને ખૂબ જ સુંદર રીતે સજાવ્યો છે. તેમણે કહ્યું છે કે જ્યારે તે પહેલી વખત આમાં આવી ત્યારે તેને તેમાં આવતાની સાથે જ ઘર જેવું લાગ્યું. તે બહુ મોટું ઘર નથી પણ તેઓએ તેને ખૂબ જ સુંદર રીતે રાખ્યું છે.

સોનમના ઘરના દરવાજા પણ રોયલ લુક આપે છે.

સોનમે ચાહકોને તેના બેડરૂમની ઝલક પણ બતાવી છે. તેનો એન્ટીક લુક તમારું દિલ જીતી લેશે.

સોનમનો લિવિંગ રૂમ પણ શાહી છે. તેમણે તેમાં લાલ રંગના મખમલી સોફા રાખ્યા છે. જે લિવિંગ રૂમની સુંદરતામાં વધુ વધારો કરી રહી છે.

સોનમના ઘરની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.