ઈન્ડો વેસ્ટર્ન સાડીમાં Madhuri Dixit લાગી રહી છે ખૂબ જ સુંદર, ફોટોઝ જોઈને નજર હટાવવી છે મુશ્કેલ
માધુરી દીક્ષિત (Madhuri Dixit) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો શેર કરે છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડો વેસ્ટર્ન લૂકમાં સાડી પહેરેલી તસ્વીરો શેર કરી છે.

બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત (Madhuri Dixit) તેમની અદ્ભૂત ફેશન સેન્સ માટે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. હાલમાં અભિનેત્રી ઈન્ડો વેસ્ટર્ન લૂકમાં સાડી પહેરેલી જોવા મળી હતી. માધુરીએ આ તસ્વીરો તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તેઓ ખૂબ જ સુંદર લાગી રહી છે.

માધુરીએ ટર્કિશ બ્લુ કલરની પ્રિ-ડેપ્ડ સાડી પહેરી છે. આ સાડીને પ્રખ્યાત ડિઝાઈનર પુનિચ બલાનાએ ડિઝાઈન કરી છે. આ સાડીની બોર્ડર પર લાલ અને નારંગી રંગની ફ્લોરલ ડિઝાઈન એમ્બ્રોઈડરી કરવામાં આવી છે.

માધુરીની સાડીમાં આગળથી પ્રી-ડેપ્ડ પલ્લુ આપવામાં આવ્યો છે.

આ સાડીને વેસ્ટર્ન લુક આપવા માટે કમરમાં બેલ્ટ સ્ટાઈલ લુક આપવામાં આવ્યો છે.

માધુરીએ ટર્કિશ બ્લુ સાડીને મેચિંગ બ્લાઉઝ સાથે પેયર અપ કર્યું છે. આ સાડી સાથે અભિનેત્રીએ ચોકર નેકપીસ, ઈયરિંગ્સ અને સિલ્વર ગોલ્ડ કલરની બંગડીઓ પહેરી છે.

જો આપણે મેકઅપની વાત કરીએ તો માધુરીએ ન્યૂડ લિપસ્ટિક, બ્લશર, ગાલો પર હાઈલાઈટર, આંખોમાં શિમરી આઈશેડો લગાવીને ગ્લેમ મેકઅપ કર્યો છે. તેમણે તેમના વાળને હાફ પાર્ટેડ રાખીને ખુલ્લા છોડી દીધા છે. માધુરીના ફોટાઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.