ચૂંટણી સંબંધિત કોઈપણ ફેક નેરેટિવ સોશિયલ મીડિયા પર ફેલાવશો તો દંડાશો, વાંચી લેજો ચૂંટણીપંચની ગાઈડલાઈન
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દેશમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે ચાર પડકારોનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ કે દેશમાં સૌથી મોટો પડકાર 4Mનો રહેશે. એ છે મની, મસલ્સ, મિસ ઈન્ફોર્મેશન અંગે તેમણે ગાઈડલાઈન સૂચવી છે. આ ચૂંટણી દરમિયાન ઈલેક્શન કમિશન સોશિયલ મીડિયા માટે પણ એક કમિટી બનાવશે જેમા અધિકારીઓની નિમણૂક કરાશે જે આવા ફેક નેરેટિવ ફેલાવનારાઓ પર નજર રાખશે અને તેમની સામે કાર્યવાહી કરશે.
લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયુ છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીમાં જોવા મળતા દરેક પડકારોને પહોંચી વળવા ચૂંટણીં પંચ તૈયાર હોવાનુ જણાવ્યુ. સાથે જ ચૂંટણી કમિશનરે જણાવ્યુ કે આ ચૂંટણીમાં હિસાને કોઈ સ્થાન ન હોવુ જોઈએ. ચૂંટણી દરમિયાન હિંસાને રોકવા માટે જે તે જિલ્લાધિકારીને સખ્ત નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી કમિશનરે સોશિયલ મીડિયા થકી મિસ ઈન્ફોર્મેશન ફેલાવનારાઓને પણ ચેતવણી આપી છે કે ચેતી જજો, જો સોશિયલ મીડિયા પર ટીકા ટિપ્પણી કરવામાં શબ્દોની મર્યાદા તોડશો તો તમારી સામે કાર્યવાહી થશે.
સોશિયલ મીડિયા પર ફેક નેરેટિવ સેટ કરવાની કોશિષ કરનારાઓને પણ બક્ષવામાં નહીં આવે. લોકશાહીમાં સોશિયલ મીડિયા દ્વારા કોઈની પણ ટીકા કરવા માટેની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ તમને ફેક ન્યૂઝ ફેલાવવાનો અધિકાર બિલકુલ નથી. અફવાઓ ફેલાવવાથી બચવાનો સ્પષ્ટ નિર્દેશ ઈલેક્શન કમિશનરે આપ્યો છે.
આઈટી એક્ટની કલમ 69 અને 79-3 અંતર્ગત દરેક રાજ્યમાં ઓથોરાઈઝ્ડ કમિટી આવી સોશિયલ મીડિયા પર થતી દરેક ગતિવિધિ પર નજર રાખશે. તેના માટે ઓથોરાઈઝ્ડ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ટીકાટિપ્પણીમાં ન ઓળંગશો શબ્દોની મર્યાદા, થશે કાર્યવાહી
રાજીવ કુમારે જણાવ્યુ કે અમારી તમારી મશીનરી જે કંઈપણ સોશિયલ મીડિયા પર આવી રહ્યુ છે તેમા ફેક્ટ્સ કેટલુ છે તેના પર નજર રાખશે. કોઈ ફેક નેરેટિવ ફેલાવી કોઈ વર્ગ કે સમાજને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરશે, જેના કોઈ આધાર નહીં હોય કે તે સત્યથી વેગળુ હશે તો તેના પર ઈલેક્શન કમિશન એક્શન લેશે. આવા ફેક નેરેટિવને ઈલેક્શન કમિશન તે ખોટી જાણકારી માહિતીને તેની વેબસાઈટ પર મુકી તેને મિથ વર્ડિઝ રિયાલિટી તરીકે લોકોના સંજ્ઞાનમાં લાવશે. જેમા અફવા અને તેની રિયાલિટી બંને જણાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પર આવતુ કોઈપણ કન્ટેન્ટ ખરાઈ કર્યા વિના ફોરવર્ડ ન કરો-EC
સોશિયલ મીડિયાને લઈને રાજીવ કુમારે લોકોને પણ અપીલ કરી છે કે ત્યાં જે કંઈ પોસ્ટ થાય છે તેને ચેક કર્યા વિના સીધેસીધુ ફોર્વર્ડ ન કરો કે પોસ્ટ ન કરે, સૌપ્રથમ તેની ખરાઈ ચકાસવાનો પ્રયાસ કરો. સોશિયલ મીડિયા પર એક જૂઠનું બજાર ધમધમે છે. તો તમારી પાસે જે કંઈપણ કન્ટેન્ટ આવે છે તેની પુરેપુરી ખરાઈ કરો તેના પર સીધેસીધો વિશ્વાસ ન મુકી દો. અહીં અનેક પ્રકારના જુઠાણા પણ ફેલાવવામાં આવતા હોય છે અને એક માઈન્ડસેટ ઉભો કરવા માટે અનેક પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવતા હોય છે.
આ પણ વાંચો: CAA લાગુ થયા બાદ ભાજપને લોકસભા ચૂંટણીમાં કેટલો થશે ફાયદો ? વાંચો