Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલના એક દિવસ પહેલા દિગ્ગજ ભારતીય ખેલાડીનું થયું નિધન
મુંબઈના અનુભવી સ્પિનર અને દિગ્ગજ ખેલાડીનું નિધન થયું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના એક દિવસ પહેલા આ ખરાબ સમાચાર મળ્યા છે અને આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચ કાળી પટ્ટી પહેરીને રમી શકે છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ 4 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાવાની છે અને આ મેચ પહેલા જ ભારતીય ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખર દેશે એક મહાન ખેલાડી ગુમાવ્યો છે. આ દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકર છે, જેમનું સોમવાર 3 માર્ચે અવસાન થયું હતું. પદ્મકર શિવાલકર 84 વર્ષના હતા અને તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.
દિગ્ગજ ભારતીય ખેલાડીનું અવસાન
પદ્મકર શિવાલકર ભારતીય ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ ખેલાડી હતા. પદ્મકર શિવાલકર 20 વર્ષ મુંબઈ માટે રમ્યા હતા. જોકે, ઉત્તમ પ્રદર્શન છતાં તેમને ક્યારેય ટીમ ઈન્ડિયામાં રમવાની તક ક્યારેય મળી નહીં. પદ્મકર શિવાલકર ટીમ ઈન્ડિયામાં રમી શક્યા નહીં કારણ કે તે સમયે તેમની જેમ ડાબોડી સ્પિનર બિશન સિંહ બેદી ટીમ ઈન્ડિયાના મુખ્ય બોલરોમાંના એક હતા.
Deeply saddened to know about the demise of the legendary left-arm spinner and one of India’s domestic cricket heroes, Padmakar Shivalkar Sir. Heard a lot of stories about his exploits in domestic cricket and how unfortunate he was to not represent the country. My heartfelt… pic.twitter.com/Rb7pTcw7FI
— VVS Laxman (@VVSLaxman281) March 3, 2025
પદ્મકર શિવાલકરની કારકિર્દી
શિવાલકરે 21 વર્ષની ઉંમરે 1961/62 સિઝનમાં પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી અને 1987/88 સિઝન સુધી રમ્યા હતા. પદ્મકર શિવાલકરે 47 વર્ષની ઉંમર સુધી મુંબઈ માટે રમતા રહ્યા. પદ્મકર શિવાલકરે 124 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 589 વિકેટ લીધી. પદ્મકર શિવાલકરે 42 વખત પાંચ વિકેટ લીધી હતી, જ્યારે તેઓ 13 વખત મેચમાં 10 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. 1972/73ની રણજી ટ્રોફી સિઝનની ફાઈનલમાં તમિલનાડુ સામે તેમણે પહેલી ઈનિંગમાં 16 રન આપીને 8 વિકેટ અને બીજી ઈનિંગમાં 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ મજબૂત પ્રદર્શનના આધારે મુંબઈની ટીમે સતત 15મું રણજી ટાઈટલ જીત્યું હતું.
ક્રિકેટ જગતમાં શોકની લહેર
મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ના પ્રમુખ અજિંક્ય નાઈકે પદ્મકર શિવાલકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પદ્મકર શિવાલકરે કહ્યું, ‘મુંબઈ ક્રિકેટે આજે એક દિગ્ગજને ગુમાવી દીધા છે. પદ્મકર શિવાલકર સરનું રમતમાં યોગદાન, ખાસ કરીને સર્વકાલીન મહાન સ્પિનરોમાંના એક તરીકે, હંમેશા યાદ રાખવામાં આવશે. તેમનું સમર્પણ, કૌશલ્ય અને મુંબઈ ક્રિકેટ પર તેમનો પ્રભાવ અજોડ છે. તેમનું નિધન ક્રિકેટ સમુદાય માટે મોટું નુકસાન છે. તેમના આત્માને શાંતિ મળે.
We are deeply saddened by the passing of Mr. Padmakar Shivalkar, a true legend of Mumbai cricket. His invaluable contributions, passion for the game, and inspiring legacy will always be remembered and cherished.
Our heartfelt condolences to his family, friends, and the entire… pic.twitter.com/y07DlOOTPq
— Mumbai Cricket Association (MCA) (@MumbaiCricAssoc) March 3, 2025
લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત
પદ્મકર શિવાલકરના નિધન પર ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં કાળી પટ્ટી પહેરીને રમી શકે છે. તમને જણાવી દઈએ કે પદ્મકર શિવાલકરને 2016 માં સી.કે. નાયડુને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રોહિત શર્માને ‘જાડિયો’ કહેવા પર BCCI થયું ગુસ્સે, કોંગ્રેસ નેતા શમા મોહમ્મદને આપ્યો યોગ્ય જવાબ