સ્વામિનારાયણ સંત જ્ઞાનપ્રકાશે જલારામ બાપા વિશે કરી વિવાદાસ્પદ ટિપ્પણી, વિવાદ વકરતા આખરે માફી માંગી, વીડિયો ડિલીટ કર્યાનો કર્યો દાવો
Sant Gyan Prakash controversy : સ્વામી જ્ઞાનપ્રકાશે કરેલ નિવેદન બાદ, જલારામ બાપાના ભકતગણ અને લોહાણા સમાજના લોકોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. વિરપુરમાં આવેલ જલારામ બાપાની જગ્યાની ગાદીપતિના ભાઈનું નિવેદન સામે આવ્યું છે. જલારામબાપા વંશજ એવા ભરત ભાઈ ચંદ્રાણીએ પણ સ્પષ્ટતા કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંત દ્વારા સનાતન ધર્મ કે અન્ય સંપ્રદાયને લઈને ટિપ્પણીઓ કરવામાં આવે છે. તાજેતરમાં જ સુરતથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વામી જ્ઞાનપ્રકાશે, સેવાના ભેખધારી એવા જલારામ બાપા અંગે ટિપ્પણી કરી હતી. સ્વામી જ્ઞાનપ્રકાશે કહ્યું કે, જલારામ બાપાએ, ગુણાતીત સ્વામી પાસે આર્શિવાદ લીધા હતા. સ્વામી જ્ઞાનપ્રકાશના પ્રવચનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અંગે સામે આવેલ વિગતો અનુસાર, જ્ઞાનપ્રકાશ સ્વામીએ, સુરતના અમરોલી ખાતે સંત સભામાં પ્રવચન આપ્યું હતું. જેમાં જલારામ બાપા અંગે આ વિવાદીત ટિપ્પણી કરી હતી.
જલારામ બાપાના ભકતગણમાં રોષ
સ્વામી જ્ઞાનપ્રકાશે કરેલ નિવેદન બાદ, જલારામ બાપાના ભકતગણ અને લોહાણા સમાજના લોકોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. વિરપુરમાં આવેલ જલારામ બાપાની જગ્યાની ગાદીપતિના ભાઈનું નિવેદન સામે આવ્યું છે. જલારામબાપા વંશજ એવા ભરત ભાઈ ચંદ્રાણીએ પણ સ્પષ્ટતા કરી હતી. જલારામબાપા એ ભોજલરામ બાપાની પ્રેરણા ને આશીર્વાદથી અન્નક્ષેત્રની શરૂઆત કરી હતી. આ વાત જલારામ બાપા ને માનનારા લાખો ભક્તો જાણે છે અને આ સત્ય છે. સ્વામી જ્ઞાનપ્રકાશે, ગુણાતીત સ્વામી બાબતે કરેલ નિવેદનને જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ અને પરિવારનું કોઈ જ સમર્થન નથી.
આખરે જ્ઞાન પ્રકાશે માંગી માફી
જો કે સુરતના અમરોલી ખાતેના સ્વામિનારાયણ સંત સભામાં પોતાના પ્રવચનના વીડિયોને લઈને સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા વિવાદ બાદ, સ્વામી જ્ઞાનપ્રકાશે, જલારામ બાપાના ભક્તગણની માફી માંગી હતી. સ્વામી જ્ઞાન પ્રકાશે એવા દાવો કર્યો હતો કે, તેમના વિવાદાસ્પદ સંબોધનનો વીડિયો તેમણે સોશિયલ મીડિયામાંથી ડિલીટ કર્યો છે.

દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ

વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ

આકાશમાં માત્ર 2 સેકન્ડના પ્રકાશે જગાવ્યુ કુતુહલ, જુઓ Video

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video
