AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના રાજકારણનો નવો રેકોર્ડ સર્જનારા ભુપેન્દ્ર પટેલ બનશે ગુજરાતના નવા CM, વાંચો ક્યાંથી કરી હતી કારકીર્દિની શરુઆત

જે રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ ન તોડી શક્યા તે રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) તોડી બતાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે  માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. વર્ષ 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે  સૌથી વધુ 149 બેઠકો જીતી હતી.

ગુજરાતના રાજકારણનો નવો રેકોર્ડ સર્જનારા ભુપેન્દ્ર પટેલ બનશે ગુજરાતના નવા CM, વાંચો ક્યાંથી કરી હતી કારકીર્દિની શરુઆત
જાણો ભુપેન્દ્ર પટેલની કારકીર્દિ વિશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2022 | 4:08 PM
Share

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સૌથી વધુ બેઠકો પર જીત મેળવીને ભુપેન્દ્ર પટેલે ગુજરાતના રાજકારણનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે. જે રેકોર્ડ નરેન્દ્ર મોદી પણ ન તોડી શક્યા તે રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડી બતાવ્યો છે. ભૂપેન્દ્ર પટેલે  માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો રેકોર્ડ છે. વર્ષ 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે  સૌથી વધુ 149 બેઠકો જીતી હતી. જો કે 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 27 વર્ષના શાસનમાં સૌથી વધુ બેઠકો અપાવી છે. ઘાટલોડિયા બેઠક પર સતત બીજી વખત રેકોર્ડબ્રેક લીડથી  ભુપેન્દ્ર પટેલે વિજય મેળવ્યો છે. 2017માં તેમણે 1,17,750 મતોની લીડ સાથે જીત મેળવી છે. તો 2022માં 1,92,263 મતોની લીડથી જીત મેળવી છે. વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધુ લીડથી જીતવામાં હવે તે ત્રીજા સ્થાને છે. 2017માં પ્રથમ વખત તેઓ વિધાનસભા ચૂંટણી જીત્યા અને સીધા જ મુખ્યપ્રધાન બન્યા છે.

અગંત જીવન (Personal Detail)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આખું નામ ભૂપેન્દ્ર ભાઈ રજનીકાંત પટેલ છે તેમનો જન્મ 15 જૂલાઈ, 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. મૂળ તેઓ શીલજના છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે  જોડાયેલા હતા. પ્રકૃતિએ તેઓ આધ્યાત્મિક છે અને પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના અનુયાયી છે.

 શિક્ષણ (Education)

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રસ ધરાવે છે.

 પરિવાર (Family)

તેમના ધર્મપત્નીનું નામ હેતલ પટેલ છે ભૂપેન્દ્ર પટેલના દીકરાનું નામ છોકરાનું નામ અનુજ પટેલ છે જે એન્જિનિયર છે અને પુત્રવધૂનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની દીકરી ડો. સુહાની પટેલ ડેન્ટિસ્ટ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જ જોડાયેલા છે.

રાજકીય કારર્કિર્દી (Political Career)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઈ નગરપાલિકાના સભ્ય તરીકે થઈ હતી. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાસનભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ 1999-2000 અને 2004 -2006ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી.

વર્ષ 2008-2010 દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. ત્યારબાદ વર્ષ 1010 થી ૨૦૧5 દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. વર્ષ 2015માં ભૂપેન્દ્ર પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ વર્ષ 2017માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 1, 17, 000 મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા.

તેઓ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે.

g clip-path="url(#clip0_868_265)">