ખેડૂતોએ કઠોળ પાક અને બાગાયતી પાકમાં રોગ-જીવાત નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે. તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય.

ખેડૂતોએ કઠોળ પાક અને બાગાયતી પાકમાં રોગ-જીવાત નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2023 | 1:44 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.

તેથી જ પાકમાં તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ખેડૂતોએ બાગાયતી પાક અને કઠોળ પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું અને કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

બાગાયતી પાકમાં રોગ-જીવાત નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યો

1. લીંબુમાં ગુંદરીયાનાં નિયંત્રણ માટે બોર્ડ પેસ્ટ લગાવી અને ફોઝોટાઇલ ૦.૨% નો અસગ્રસ્ત ઝાડમાં છંટકાવ કરવો.

દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી

2. દેશી નાળીયેરીમાં ખારા ખેતીમાં ઝાડ દિઠ ૬૦ કિલો છાણીયું ખાતર આપવું.

3. આંબાના મધિયાના નિયંત્રણ માટે કાર્બારીલ, કવીનાલફોસ, ઈમીડાકલોપ્રીડ અથવા પોલીથીનમાંથી કોઇ એક દવાનો છંટકાવ કરવો.

4. શેરડીમાં ભીંગડાવાળી ઇયળનાં નિયંત્રણ માટે કાર્લાફયુરાન ૩ ટકા દાણાદાર હેકટરે ૨ કિલો મુજબ આપવું. પાનકથીરીનાં નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૫ મીલી આથવા દ્રાવ્ય ગંધક (સલ્ફર) ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.

આ પણ વાંચો : ખેડૂતોએ મગફળી અને કપાસના પાકમાં પાનના ચાંચવાના નિયંત્રણ માટે આ ઉપાયો કરવા જોઈએ

મગ અને ચોળાના પાકમાં રોગ-જીવાત નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યો

1. ટપકાવાળી ઈયળ માટે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૫૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ મિ.લી. (૧ ઈસી) થી ૪૦ મિ.લી. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

2. કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લી. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ટકા + સાયપરમેથ્રીન ૪ ટકા (૪૪ ઈસી) ૧૦ મિ.લી. અથવા ડાયકલોરવોસ ૭૬ ઈસી ૭ મિ.લી. અથવા લ્યુફેન્યુરોન ૫ ઈસી ૧૦ મિ.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા ૨૦ મિ.લી. અથવા કલોરાનટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

3. મગમાં પીળો પંચરંગીયોના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મોલોમસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાટવી.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">