ખેડૂતો જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે, તો પાક ઉત્પાદનમાં થશે મબલખ વધારો

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતો જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરશે, તો પાક ઉત્પાદનમાં થશે મબલખ વધારો
Vegetables Crop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2023 | 1:30 PM

ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદ બાદ પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.

તેથી રોગ જીવાતના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે જુદા-જુદા શાકભાજીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.

શાકભાજીના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. શિયાળુ શાકભાજીના તૈયાર થયેલી ધરૂઓની ફેર રોપણી ભલામણ મુજબના રાસાયણિક ખાતરો આપવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

2. રવિ ઋતુમાં શાકભાજી પાકો માટે ધરૂવાડિયાની તેમજ વાવણીની તૈયારી કરવી જોઈએ.

3. શાકભાજીના પાકમાં બિયારણને થાયરમ અથવા કાર્બેન્ડાઝીમનો પટ અવશ્ય આપવો.

4. રીંગણના પાકમાં ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ તથા અન્ય જીવાતો માટે સંકલિત રોગ જીવાત નિયંત્રણ અપનાવવું જોઈએ.

ટમેટાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. જૂનાગઢ રૂબી, ગૂજરાત ટમેટા-૨, આણંદ ટમેટા-૩ અને ગૂજરાત આણંદ ટમેટા-૪ નું વાવેતર કરવું.

2. ટમેટાના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઇક્રો ન્યુટ્રીયન્ટ પ્રવાહી ગ્રેડ-૪ ના ટકા દ્રાવણના ૪૫, ૬૦ અને ૭૫ દિવસે છંટકાવ કરવો.

આ પણ વાંચો : Israel Farming: ઈઝરાયેલના ખેડૂતો કેવી રીતે કરે છે ખેતી? જાણો કેમ અહીંની એગ્રીકલ્ચર ટેકનોલોજીને અપનાવી રહ્યા છે વિશ્વના દેશ

બટાકાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. બટાકાનું ૧૫ નવેમ્બર આજુબાજુ કુફરી બાદશાહ, કુફરી પુખરાજ અથવા કુફરી લૌકરનું વાવેતર કરવું જોઈએ.

2. વાવણી કરતા પહેલા ૧ કિલો મેન્ફોઝોલ અને ૫ કિલો શંખજીરુંનું મિશ્રણ બનાવી કાપેલા ભાગ ઉપર ભભરાવી વાવેતર કરવું.

મરચી: મરચીમાં એસ-૪૯, જ્વાલા અથવા જી-૪ તેમજ જીવીસી -૧૨૧ ના વાવેતર માટે ભલામણ છે.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">