ખેડૂતોએ દિવેલા અને રાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ

ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ દિવેલા અને રાઈના પાકમાં વધારે ઉત્પાદન મેળવવા માટે રોગ-જીવાતના નિયંત્રણની સાથે આ ખેતી કાર્યો કરવા જોઈએ
Castor Crop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 1:29 PM

ખેડૂતો (Farmers) સિઝન પ્રમાણે પોતાના ખેતરમાં અલગ-અલગ પાકનું વાવેતર કરતા હોય છે. વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ સમયાંતરે પાકમાં જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. પાકમાં જ્યારે રોગ-જીવાતનો ઉપદ્રવ થયો હોય છે ત્યારે તેના નિયંત્રણ માટે જુદા-જુદા પગલા લેવા જોઈએ. દિવેલા (Castor) અને રાઈના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે ખેડૂતોએ કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી.

દિવેલાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. દિવેલાના પાકમાં આંતર ખેડ, નિંદામણ કાર્ય કરવું. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે સંકલિત પધ્ધતિ અપનાવવી.

2. દિવેલાનો પિયત પાક ૭૦ દિવસનો થાય ત્યારે હેકટર દીઠ ૧૮.૭૫૦ કિલોગ્રામ નાઈટ્રોજન તત્વ એટલે કે ૪૧ કિલોગ્રામ યુરીયા અથવા ૯૪ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતરનો પુરક હપ્તો પૂરતા ભેજમાં હારની બાજુમાં મૂળ વિસ્તારમાં આપવો.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

3. પિયત દિવેલાના પાકમાં માળ આવવાની શરૂઆત અને ડોડવાના વિકાસની અવસ્થાએ ભેજની ખેંચ ન રહે તે માટે જમીનની પ્રત પ્રમાણે ૧૫ થી ૨૦ દિવસના ગાળે પિયત આપવા.

આ પણ વાંચો : ખેડૂતોએ ઓક્ટોબર માસમાં ડાંગર, ચણા અને તુવેરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

રાઈના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો

1. વાવેતર માટે રાઈ વરૂણા અને રાઈ ગુજરાત-૧ પૈકી કોઈપણ એક જાતની પસંદગી કરવી.

2. પાકનું વાવેતર ઓકટોબર માસના પ્રથમ/બીજા પખવાડિયામાં કરવું. જો મોડું વાવેતર કરવામાં આવે તો મોલોમશીનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. ભેજ સંગ્રહી શકે તેવી જમીનમાં ચોમાસા દરમ્યાન જરૂરી ખેતી કાર્યો કરી ભેજનો સંગ્રહ થયે બિન પિયત પાક વાવવો.

3. બિયારણનો દર ૩.૫ કિલોગ્રામ પ્રતિ હેકટર રાખવો.

4. બિનપિયત પાક માટે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે હેકટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૨૫ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૫૪ કિલોગ્રામ ડી.એ.પી. અને ૩૩ કિલોગ્રામ યૂરિયા અથવા ૭૬ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું.

5. પિયત પાક માટે હેક્ટર દીઠ ૨૫ કિલોગ્રામ નાઈટ્રોજન અને ૫૦ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ એટલે કે ૧૦ કિલોગ્રામ ડી.એ.પી. અને ૧૨ કિલોગ્રામ યુરીયા, ૨૭ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર જમીનમાં ઓરીને આપવું.

માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">