ખેડૂતો માટે કામની વાત: સરકારી દુકાનમાં ખાતર છે કે નહીં તે ઘરે બેસીને ચેક કરી શકાશે, જાણો તેની સરળ રીત
ખેડૂતો તેમના મોબાઈલ નંબર પરથી SMS મોકલીને ખાતર અને યુરિયા ઉપલબ્ધ છે કે નહીં તે જાણી શકે છે. આ માહિતી જાણવા માટે ચલણ નંબર, છૂટક વેપારીનું નામ, ચૂકવવાની થતી કુલ રકમ, ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલો જથ્થો અને સરકાર દ્વારા વહન કરવામાં આવતી સબસિડી વગેરે જેવી માહિતી મેળવી શકાય છે.

ખેડૂતોએ કોઈ પણ પાકની વાવણી કરી હોય, તેમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન લેવા માટે ખાતરની જરૂર પડે છે. ખાતરની ખરીદી કરવા માટે ખાતર ક્યારે મળશે તેની માહિતી માટે વારંવાર સરકારી ખાતર કેન્દ્રમાં જવું પડે છે. કારણ કે કેન્દ્રમાં ખાતર પુરુ થઈ જાય છે, તેથી ખેડૂતોને ખાતર અને યુરિયા ઝડપથી મળી રહે તેના માટે ઘણી વખત ખાતર કેન્દ્ર પર જવું પડે છે. ખેડૂતોની આ મુશ્કેલીના નિવારણ માટે સરકારે એક નવી પહેલ શરૂ કરી છે.
DBT પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો માટે SMS સર્વિસ શરૂ કરવામાં આવી
ખેડૂતો તેમના મોબાઈલ નંબર પરથી SMS મોકલીને ખાતર અને યુરિયા ઉપલબ્ધ છે કે નહીં તે જાણી શકે છે. આ માહિતી જાણવા માટે ચલણ નંબર, છૂટક વેપારીનું નામ, ચૂકવવાની થતી કુલ રકમ, ખેડૂત દ્વારા ખરીદવામાં આવેલો જથ્થો અને સરકાર દ્વારા વહન કરવામાં આવતી સબસિડી વગેરે જેવી માહિતી મેળવી શકાય છે.
ખાતર વિભાગ દ્વારા DBT પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો માટે આ SMS સર્વિસ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને તેમના મોબાઈલ પર ખાતર અને યુરિયાની રિસીપ્ત પણ મળશે. આ SMS સર્વિસ ખાતર વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બર, 2020 ના રોજથી શરૂ કરવામાં આવી હતી, જેનો હાલમાં ઘણા ખેડૂતો લાભ લઈ રહ્યા છે.
મોબાઈલ પર ખાતર અને યુરિયાની રિસીપ્ત મળશે
ખાતર વિભાગની આ એસએમએસ સર્વિસ યોજનામાં ચલણ નંબર, છૂટક વેપારીનું નામ, ચૂકવણીની કુલ રકમ, ખરીદવામાં આવેલો જથ્થો તેમજ સરકાર દ્વારા વહન કરવામાં આવતી સબસિડી વગેરે જેવી માહિતીનો સમાવેશ થાય છે. આ સ્કીમમાં ખેડૂતોને ખાતરની રકમની ચુકવણી અને રિસીપ્ત માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે.
આ પણ વાંચો : કૃષિ સલાહ: ખેડૂતોએ જુદા-જુદા પાકમાં આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન, પાક ઉત્પાદનમાં થશે વધારો
તમામ માહિતી આ નંબર પરથી જાણવા મળશે
સરકાર દ્વારા આપવામાં આવતી ઉપલબ્ધ ખાતર સંબંધિત માહિતી જાણવા માટે, તમે ખાતર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નંબર 77382 99899 (રિટેલર આઈડી સાથે) પર SMS મોકલીને મેળવી શકો છો. આ નંબર પર SMS મોકલ્યા બાદ ખેડૂતો જાણી શકશે કે તેની નજીકની દુકાનમાં ખાતર ઉપલબ્ધ છે કે નહીં. આ સર્વિસ દ્વારા ખાતરનું બ્લેક માર્કેટિંગ પણ બંધ થશે.