AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinea Grass Farming: ગિની ઘાસની ખેતીની સંપૂર્ણ જાણકારી, જાણો બારેમાસ પશુઓ માટે ઉપયોગી ઘાસની વિશેષતા

હાલમાં, ગિની ઘાસ વિશ્વના તમામ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય ભાગોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં તેની ખેતી દક્ષિણના રાજ્યો જેમ કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત વગેરેમાં થાય છે.

Guinea Grass Farming: ગિની ઘાસની ખેતીની સંપૂર્ણ જાણકારી, જાણો બારેમાસ પશુઓ માટે ઉપયોગી ઘાસની વિશેષતા
Guinea Grass Farming (PC: Google)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 1:07 PM
Share

ગિની ઘાસ બહુવર્ષીય લીલા ચારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપનાર છે. તે ખૂબ જ ઝડપથી વિકસતું અને પશુઓ માટે સ્વાદિષ્ટ ઘાસ છે. ગિની ઘાસ (Guinea Grass Farming)નું મૂળ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય આફ્રિકા છે. હાલમાં, ગિની ઘાસ વિશ્વના તમામ ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય ભાગોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં તેની ખેતી (Guinea Cultivation in India) દક્ષિણના રાજ્યો જેમ કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, તેમજ મહારાષ્ટ્ર, ગુજરાત વગેરેમાં થાય છે.

ગિની ઘાસ માટે વાતાવરણ

ગિની ઘાસ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં સારી ઉપજ આપે છે. વાદળછાયું વાતાવરણમાં હળવો વરસાદ પડે ત્યારે ગિની ઘાસનો વિકાસ ઝડપી થાય છે. આ ઘાસના ઉત્પાદન માટે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શ્રેષ્ઠ છે. આ ઘાસને ગોચરમાં રોપવા માટે, વાર્ષિક વરસાદ 600-1000 મીમી હોવો જોઈએ.

જમીન અને જમીનની તૈયારી

ગિની ઘાસ યોગ્ય ડ્રેનેજ સાથે તમામ પ્રકારની જમીન પર ઉગાડી શકાય છે, પરંતુ કાળી અને લોમ જમીન શ્રેષ્ઠ છે. એક ઊંડી ખેડ કર્યા પછી, દેશી હળ વડે બે ખેડાણ કરો અને સમાર લગાવીને ખેતરને સમતળ કરો.

ગિની ઘાસની વાવણીનો સમય

ગિની ઘાસ જૂન-જુલાઈમાં વાવેતર કરવું જોઈએ. બીજ દ્વારા વાવણીના એક મહિના પહેલા, બીજને નર્સરીમાં રોપવામાં આવે છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે તેને ખેતરમાં રોપવામાં આવે છે.

બીજ દર અને વાવણી પદ્ધતિ

ગિની ઘાસનું બીજ અને મૂળ બંને દ્વારા સરળતાથી વાવેતર કરી શકાય છે. 3-4 કિગ્રા પ્રતિ હેક્ટર બીજ અથવા લગભગ 20,000-25,000 મૂળ એક હેક્ટર વિસ્તાર માટે પૂરતા છે. છોડથી છોડનું અંતર 50 સે.મી. અને લાઇન ટુ લાઇન અંતર પણ 100 સે.મી. રાખવું. જો આંતરપાક લેવો હોય તો લાઇનથી લાઇનનું અંતર 3 થી 10 મીટર રાખવામાં આવે છે.

ગિની ઘાસ માટે ખાતર

ગિની ઘાસ માટે ખેતરમાં 220 થી 225 ક્વિન્ટલ સડેલુ ગાયનું છાણ, નાઇટ્રોજન 100 કિગ્રા, ફોસ્ફરસ 40 કિગ્રા. અને 40 કિલો પોટાશ આપવાથી પ્રતિ હેક્ટર સારું ઉત્પાદન મળે છે. વાવણીના 10-15 દિવસ પહેલા અને વાવણી સમયે જમીનમાં ગાયના છાણનું ખાતર યોગ્ય રીતે ભેળવી, ફોસ્ફરસ અને પોટાશની સંપૂર્ણ માત્રા ખેતરમાં ભેળવી દો.

નાઈટ્રોજનનો અડધો જથ્થો વાવણીના 15 દિવસ પછી છાંટવો અને બાકીનો જથ્થો શિયાળાના અંતમાં (માર્ચ) છાંટવો. જો શક્ય હોય તો, નાઈટ્રોજનના સમગ્ર જથ્થાને 3-4 સમાન ભાગોમાં વહેંચો અને દરેક લણણી પછી તેને ખેતરમાં સરખે ભાગે છંટકાવ કરતા રહો જેથી કરીને ગિની ઘાસનો લીલો ચારો ઝડપથી અને સતત મળી રહે.

ગિની ઘાસને સિંચાઈ

પ્રથમ પિયત મૂળ રોપ્યા પછી તરત જ કરવું જોઈએ અને 7-8 દિવસના અંતરે 2 પિયત આપવું જોઈએ. આ સમય સુધીમાં મૂળ સારી રીતે સ્થાપિત થાય છે અને વૃદ્ધિ શરૂ થાય છે. બાદમાં હવામાનને ધ્યાનમાં રાખીને 15-20 દિવસના અંતરે પિયત આપવું જોઈએ.

આંતરખેડ

શિયાળાની ઋતુમાં ગિની ઘાસનો વિકાસ ઓછો થાય છે. તેથી, ઘાસની હાર વચ્ચે બીજો કોઈ પાક લઈ શકાય છે. મોસમી પાકો જેવા કે જુવાર, મકાઈ, ચવાળ, ગુવાર, વગેરેનું સફળતાપૂર્વક વાવેતર કરી શકાય છે, ત્યારે આતંરપાક સાથે આ ઘાસ આખા વર્ષ દરમિયાન લીલો ચારો પૂરો પાડે છે.

ઉત્પાદન

યોગ્ય વ્યવસ્થાપન સાથે, વરસાદ આધારિત વિસ્તારોમાં 5-6 વખત કાપવાથી 500-600 ક્વિન્ટલ અને પિયત વિસ્તારોમાં 10-12 પિયત દ્વારા હેક્ટર દીઠ 1000-1500 ક્વિન્ટલ લીલો ચારો મેળવી શકાય છે. દક્ષિણ ભારતમાં, એક વર્ષમાં ગિની ઘાસમાંથી હેક્ટર દીઠ 2000 ક્વિન્ટલ લીલો ચારો મેળવી શકાય છે.

આ પણ વાંચો: Success Story: પશુપાલનને વ્યવસાય બનાવી સફળતાની કહાની લખી રહ્યો છે યુવા ખેડૂત, ટેક્નોલોજીએ કામ કર્યું સરળ

આ પણ વાંચો: Banaskantha: ખેડૂતોના વીજળીના પ્રશ્નને લઈ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લડી લેવાના મૂડમાં, ઝાંસીની રાણી માફક લડવાની તૈયારી બતાવી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">