બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર

ડેરીમાં તમામ વસ્તુઓ માટે છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી નીકળતા વેસ્ટને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વીજળી બનાવાની પ્રક્રિયાને એનએરોબિક ડાયજેશન કહેવામાં આવે છે. જેમાં પશુઓના વેસ્ટમાંથી વીજળી બનાવામાં આવે છે.

બ્રિટનના ખેડૂતોએ ગાયના છાણમાંથી બનાવી બેટરી, આખું વર્ષ જગમગાવી શકે છે 3 ઘર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 12:55 PM

ગાય અને છાણ (Cow Dung Electricity) ને લઈ તેના ફાયદાઓ વિશે તમે ઘણીવાર સાંભળ્યું અથવા વાંચ્યુ હશે. હવે બ્રિટન (Britain )માં ગાયનું છાણ (Cow dung Electricity)આ સમયે ચર્ચાઓમાં છે. બ્રિટિશ ખેડૂતોએ (British farmers) ગાયના છાણમાંથી વીજળી (cow poo can produce electricity)નો વિકલ્પ તૈયાર કર્યો છે. ખેડૂતોના એક સમૂહ અનુસાર તેઓએ ગાયના છાણમાંથી એવો પાઉડર તૈયાર કર્યો છે, જેનાથી બેટરી બનાવામાં આવી છે.

ગાયના એક કિલોગ્રામ છાણથી ખેડૂતોઓ એટલી વીજળી તૈયાર કરી લીધી છે કે 5 કલાક સુધી વૈક્યૂમ ક્લીનર ચલાવી શકાય છે. બ્રિટેનના આર્લા ડેરી તરફથી છાણનો પાઉડર બનાવી તેની બેટરી (Battery made from cow dung) બનાવામાં આવી છે. જેને કાઉ પૈટરીનું નામ આપવામાં આવ્યું છે. AA સાઈઝની બેટરીઝથી સાડા 3 કલાક સુધી કપડા પણ ઈસ્ત્રી કરી શકાય છે. આ ઘણી ઉપયોગી શોધ છે.

છાણથી પૂરી થશે વીજળીની જરૂરીયાત

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024

બ્રિટિશ ડેરીની ઓપરેટિવ (Daily Co-Operative) Arla તરફથી આ બેટરી વિકસિત કરવામાં આવી રહી છે. બેટરી એક્સપર્ટ GP Batteries નો દાવો છે કે ગાયના છાણમાંથી ત્રણ ઘરને એક વર્ષ સુધી વીજળી મળી શકે છે. એક કિલોગ્રામ છાણ દ્વારા 3.75 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરી શકાય છે. એવામાં જો 4,60,000 ગાયોના છાણથી વીજળી બને, તો 12 લાખ બ્રિટિશ ઘરોમાં વીજળી સપ્લાઈ કરી શકાય છે. ડેરીમાં વર્ષ આખું 1 મિલિયન ટન છાણ મળે, જેનાથી વીજળી ઉત્પાદનનું મોટુ લક્ષ્ય રાખી શકાય છે.

ડેરીમાં ઉપયોગ થઈ રહી છે છાણમાંથી બનેલી વીજળી

Arla ડેરીમાં તમામ વસ્તુઓ માટે છાણમાંથી બનેલી વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાથી નીકળતા વસ્ટને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. વીજળી બનાવાની પ્રક્રિયાને એનએરોબિક ડાયજેશન કહેવામાં આવે છે. જેમાં પશુઓના વેસ્ટમાંથી વીજળી બનાવામાં આવે છે.

ડેરીમાં 4,60,000 ગાય છે, જેમના છાણ છાણને સુકવી પાઉડર તૈયાર કરવામાં આવે છે અને તેને ઉર્જામાં બદલવામાં આવે છે. Daily Star સાથે વાત કરતા Arla ના એગ્રીકલ્ચર ડાયરેક્ટરે જણાવ્યું કે, જો આ તરફ સરકાર ધ્યાન આપે તો તેનાથી રીન્યૂએબલ એનર્જી સપ્લાઈમાં સોનામાં સુગંધ ભળવા જેવું ગણી શકાય.

આ પણ વાંચો: ડુંગળીના પાકમાં દેશી દારૂનો ઉપયોગ કેટલો અસરકારક! જાણો આ દેશી ઉપાયથી ફાયદો થાય છે કે નુકસાન?

આ પણ વાંચો: કેવી રીતે એક નાનો અણુ એક કોષને મોટા વૃક્ષમાં ફેરવે છે ? વૈજ્ઞાનિકોએ ઉકેલ્યું છોડની વૃદ્ધિનું 50 વર્ષ જૂનું રહસ્ય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">