હવે કર્મચારીઓએ પગાર માટે મહિનાના છેલ્લા દિવસનો ઇંતેજાર કરવો પડશે નહિ, દેશમાં આવી ગઈ Weekly Pay Policy

IndiaMARTએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, "IndiaMart એક ફ્લેક્સિબલ વર્ક કલ્ચર બનાવવા અને અમારા કર્મચારીઓની નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સાપ્તાહિક પગાર ચૂકવણીની નીતિ અપનાવનારી ભારતની પ્રથમ સંસ્થા બની છે."

હવે કર્મચારીઓએ પગાર માટે મહિનાના છેલ્લા દિવસનો ઇંતેજાર કરવો પડશે નહિ, દેશમાં આવી ગઈ Weekly Pay Policy
ભારતમાં સામાન્ય વ્યવસ્થા મુજબ કર્મચારીઓને મહિનાના અંતે પગાર મળે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:20 AM

B2B ઈ-કોમર્સ કંપની IndiaMART ના કર્મચારીઓને હવે પગાર માટે મહિનાના છેલ્લા દિવસની રાહ જોવી પડશે નહીં. કંપનીએ તેના કર્મચારીઓ માટે નવી વીકલી સેલેરી પે પોલિસી(Weekly Salary Pay Policy) ની જાહેરાત કરી છે. કંપનીએ તેના ફેસબુક(Face Book ) પેજ પર આની જાહેરાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર આનાથી કર્મચારીઓના નાણાકીય બોજ(Financial Burden )ને ઘટાડવામાં મદદ મળશે અને તેઓ વધુ સારી રીતે કામ કરવા માટે પ્રેરિત થશે.

કંપનીએ ફેસબુક પોસ્ટ દ્વારા જાણ કરી

IndiaMARTએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, “IndiaMart એક ફ્લેક્સિબલ વર્ક કલ્ચર બનાવવા અને અમારા કર્મચારીઓની નાણાકીય સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સાપ્તાહિક પગાર ચૂકવણીની નીતિ અપનાવનારી ભારતની પ્રથમ સંસ્થા બની છે.”

કંપનીનું કહેવું છે કે સાપ્તાહિક પગાર (Weekly Salary)મળવાથી કર્મચારીઓને તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. કંપનીએ આ પોસ્ટ સાથે એક ફોટો પણ પોસ્ટ કર્યો છે. આ ફોટો જણાવે છે, “તમારા નાણાકીય સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલ એક પગલું.”

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ઘણા દેશોમાં આ સિસ્ટમ કાર્યરત

સાપ્તાહિક પગાર ચૂકવણી(Weekly Salary Pay Policy) કર્મચારીઓની સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે કહેવાય છે. જેઓ લાંબા સમય સુધી કામ કરે છે તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. તે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ અને યુએસમાં પહેલાથી જ સામાન્ય છે. ભારતમાં અત્યાર સુધીની સામાન્ય વ્યવસ્થા મુજબ કર્મચારીઓને મહિનાના અંતે પગાર મળે છે.

IndiaMART વિશે જાણો

તે ભારતમાં સૌથી મોટા B2B માર્કેટપ્લેસમાંનું એક છે. તે ખરીદદારોને વેચાણકર્તાઓ સાથે જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. કંપનીની સ્થાપના 1999માં કરવામાં આવી હતી અને તેનું મિશન બિઝનેસ કરવાનું સરળ બનાવવાનું છે. કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર આ પ્લેટફોર્મ પર હાલમાં 143 મિલિયન સક્રિય ખરીદદારો છે જ્યારે 7 મિલિયન સપ્લાયર્સ છે.

શું ભારતમાં પ્રયોગ સફળ રહેશે?

ન્ડિયામાર્ટ દ્વારા લેવામાં આવેલ આ પગલું કેટલું અસરકારક રહેશે કે નહિ તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે કારણ કે ભારતીય લોકો માસિક ખર્ચથી ટેવાયેલા છે. બાળકોની શાળાની ફી, ઘરનું ભાડું, બેંક EMI બધું જ માસિક હોય છે તેથી સાપ્તાહિક પગારનો ખ્યાલ કેટલો કારગર છે તે સામે પ્રશ્નાર્થ પણ ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : GSTના દાયરામાં આવી શકે છે એવિએશન ફ્યુઅલ, GST કાઉન્સિલની આગામી બેઠકમાં થશે ચર્ચા- નાણામંત્રી

આ પણ વાંચો : સરકાર વૈશ્વિક ઘટનાઓને કારણે ઉભી થનારી કોઈ પણ સ્થિતી માટે તૈયાર, કોર્પોરેટ રિકવરીનો લાભ લો: નાણામંત્રી

g clip-path="url(#clip0_868_265)">