યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે મોટા સમાચાર

19 માર્ચ, 2025

બોમ્બે હાઈકોર્ટે 20 માર્ચ સુધીમાં પરસ્પર છૂટાછેડા અંગે નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે.

ચહલ 21 માર્ચ પછી IPL 2025માં પંજાબ કિંગ્સ માટે રમવા વ્યસ્ત રહેશે.

IPL 2025ની હરાજીમાં પ્રીતિ ઝિન્ટાની માલિકીની પંજાબ કિંગ્સે ચહલને 18 કરોડમાં ખરીદ્યો હતો.

ચહલ અને ધનશ્રીએ 5 ફેબ્રુઆરીએ પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી કરી હતી.

ફેમિલી કોર્ટે 6 મહિનાના કૂલિંગ ઑફ પીરિયડને માફ કરવાનો ઇનકાર કર્યો હતો.

બંનેએ હાઇકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો.

જસ્ટિસ માધવ જામદારે 6 મહિનાનો પીરિયડ માફ કર્યો, કારણ કે ચહલ અને ધનશ્રી અઢી વર્ષથી અલગ હતા.

ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયાની ચુકવણી માટે વચન આપ્યું હતું, જેમાંથી 2.37 કરોડ ચૂકવાઈ ચૂક્યા છે.

હવે આ મામલે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય આવી શકે છે.