Facebook ના શેરમાં 26 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકાર 200 અબજ ડોલર ગુમાવી બેઠા, જાણો યુએસ માર્કેટમાં કેમ પટકાયો શેર

Nasdaq 500થી વધુ પોઈન્ટ ઘટીને 13878 પર બંધ થયો હતો. ડાઉ જોન્સ 518.17 અથવા 1.45 ટકા ઘટીને 35,111.16 પર બંધ થયો હતો.

Facebook ના શેરમાં 26 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકાર 200 અબજ ડોલર ગુમાવી બેઠા, જાણો યુએસ માર્કેટમાં કેમ પટકાયો શેર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 10:00 AM

વૈશ્વિક બજારમાં ગુરુવારે ફેસબુક(Face Book) અને હાલની કંપની (Meta)ના શેરમાં લગભગ 24 ટકાનો ઘટાડો થયો હતો. તેની પાછળનું એક કારણ કંપની દ્વારા આપવામાં આવતું નબળું પરિણામ છે. કંપનીના શેર યુ.એસ.માં નાસ્ડેક(NASDAQ) પર ફેસબુક (Face Book – FB )તરીકે લિસ્ટ હતા જ્યારે તે હવે મેટા તરીકે ઓળખાય છે. ફેસબુકના શેરના ઈતિહાસમાં અગાઉ ક્યારેય આટલો મોટો ઘટાડો જોવા મળ્યો નથી.

meta face book

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ ઘટાડા સાથે કંપનીના વેલ્યુએશનમાં લગભગ 200 અબજ ડોલરનો ઘટાડો થયો છે. દેખીતી રીતે રોકાણકારોએ ફેસબુકમાં 200 અબજ ડોલર ગુમાવ્યા છે. આ સ્તરે યુએસ શેરબજારમાં કોઈપણ કંપનીનો શેર આટલો ઘટ્યો નથી. અત્યારે જે રીતે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી કંપનીઓના શેર વેચાયા છે તે જોતાં એવું ન કહી શકાય કે આ ઘટાડો અહીં જ અટકશે.

વૈશ્વિક બજારમાં અસ્થિર કારોબાર

વૈશ્વિક બજારોની જેમ યુએસ શેરબજાર આ દિવસોમાં અત્યંત અસ્થિર છે. એવું જોવામાં આવ્યું છે કે દિવસના છેલ્લા કલાકોમાં રોકાણકારો એવા શેરોમાં રોકાણ કરે છે જે નીચા સ્તરે શેરોમાં રોકાણ કરવા ઇચ્છુક હોય છે. આને બાય-ધ-ડીપ(buy the dip stocks) ટ્રેડર્સ કહેવામાં આવે છે.

ભારતીય બજાર માટે ચિંતા વધારી

Nasdaq 500થી વધુ પોઈન્ટ ઘટીને 13878 પર બંધ થયો હતો. ડાઉ જોન્સ 518.17 અથવા 1.45 ટકા ઘટીને 35,111.16 પર બંધ થયો હતો. બંનેએ લંડન સહિત અન્ય યુરોપિયન બજારોમાં પણ મજબૂત વેચાણ તરફ દોર્યું હતું. આથી, શુક્રવારે ભારતીય બજારની આજે લીલા નિશાન ઉપર વેપાર તાકી રહે તેવી અપેક્ષા રાખી શકાતી નથી.

NIFTY IT  Index  (9.50 AM )    35,045.60      -0.03%

ભારતીય શેરબજારમાં ઉતાર – ચઢાવ

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market ) ઘટાડા સાથે કારોબારની પ્રારંભ (Opening Bell) કર્યો જોકે બાદમાં ખરીદારી નીકળતા તેજી દેખાઈ છે. શરૂઆતી કારોબારમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે નજરે પડ્યા હતા જે બાદમાં ગ્રીન ઝોનમાં પ્રવેશ્યા હતા. આજે Sensex  ગઈકાલે 770 અંકના ઘટાડા બાદ તે 58,788.02 ઉપર બંધ થયો હતો. જે આજે  58,918.65 ઉપર ખુલ્યો હતો. આજના કારોબાર દરમ્યાન સેન્સેક્સ 58,475.97 સુધી નીચલા જયારે 58,935.38 ના ઉપલા  સ્તરે દેખાયો છે. Nifty ની વાત કરીએ તો ઇન્ડેક્સ ગઈકાલના 17,560.20 અંકના બંધ સ્તર સામે 17,590.20 ઉપર ખુલ્યો હતો જે  17480 સુધી લપસ્યો હતો.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

g clip-path="url(#clip0_868_265)">