September 2024 Bank Holidays: સપ્ટેમ્બરમાં અડધો મહિનો બેંક રહેશે બંધ ! જાણો કયા દિવસે ક્યાં રહેશે રજા
ભારતીય રિઝર્વ બેંક દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ રજાઓને ધ્યાનમાં રાખીને તેમની બેંકિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરે. નહીંતર તમારો સમય બરબાદ થશે અને તમને આર્થિક નુકસાન પણ થશે. આરબીઆઈ કેલેન્ડર મુજબ અનેક રજાઓ છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) દર મહિને બેંક રજાઓની યાદી બહાર પાડે છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ રજાઓને ધ્યાનમાં રાખીને તેમની બેંકિંગ પ્રવૃત્તિઓનું આયોજન કરે. નહિંતર, તમારો સમય બરબાદ થશે અને આર્થિક નુકસાન પણ થશે.
RBI કેલેન્ડર મુજબ સપ્ટેમ્બરમાં કુલ 14 રજાઓ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. વિનાયક ચતુર્થી અને ઈદ મિલાદના તહેવારો પણ રજાઓની યાદીમાં સામેલ છે. કેરળમાં ઓણમ અને તિરુવનમ તહેવારો ઉજવવામાં આવશે. જેને લઈ કેરળમાં 18 અને 21 સપ્ટેમ્બરે નારાયણગુરુ જયંતિના અવસર પર બેંકો બંધ રહેશે.
14 થી 16 સપ્ટેમ્બર સુધી દેશભરની બેંકોમાં ત્રણ દિવસની રજા રહેશે. જેમાં 16મીએ ઈદે મિલાદનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનમાં 13 થી 16 સપ્ટેમ્બર સુધી સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે. સિક્કિમમાં 14મીથી 17મી સુધી ચાર દિવસની રજાઓ છે, ઈદે મિલાદ સિવાય માત્ર શનિવાર અને રવિવારની રજાઓ છે. કર્ણાટકમાં કુલ આઠ રજાઓ છે.
14 થી 16 સપ્ટેમ્બર સુધી દેશભરની બેંકોમાં ત્રણ દિવસની રજા રહેશે. જેમાં 16મીએ ઈદે મિલાદનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનમાં 13 થી 16 સપ્ટેમ્બર સુધી સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે. સિક્કિમમાં 14મીથી 17મી સુધી ચાર દિવસની રજાઓ છે, ઈદે મિલાદ સિવાય માત્ર શનિવાર અને રવિવારની રજાઓ છે. કર્ણાટકમાં કુલ આઠ રજાઓ છે.
સપ્ટેમ્બર 2024 માં બેંક રજાઓનું List
- 5 સપ્ટેમ્બર, ગુરુવાર: શ્રીમંત સંકરદેવ તિથિ (આસામમાં રજા)
- 7 સપ્ટેમ્બર, શનિવાર: વિનાયક ચતુર્થી
- 8 સપ્ટેમ્બર, રવિવારની રજા (ઓડિશામાં બોટિંગ ફેસ્ટિવલ)
- 13 સપ્ટેમ્બર, શુક્રવાર: રામદેવ જયંતિ, તેજા દશમી (રાજસ્થાનમાં રજા)
- 14 સપ્ટેમ્બર, બીજો શનિવાર (કેરળમાં ઓણમ)
- 15 સપ્ટેમ્બર, રવિવારની રજા (કેરળમાં થિરુવોનમ)
- 16 સપ્ટેમ્બર, સોમવાર: ઈદે મિલાદ
- 17 સપ્ટેમ્બર, મંગળવાર: ઈન્દ્ર જાત્રા (સિક્કિમમાં રજા)
- 18 સપ્ટેમ્બર, બુધવાર: શ્રી નારાયણગુરુ જયંતિ (કેરળમાં રજા)
- 21 સપ્ટેમ્બર, શનિવાર: શ્રી નારાયણગુરુ સમાધિ (કેરળમાં રજા)
- 22 સપ્ટેમ્બર, રવિવારની રજા
- 23 સપ્ટેમ્બર, સોમવાર: શહીદ દિવસ (હરિયાણામાં રજા)
- 28 સપ્ટેમ્બર, ચોથો શનિવાર
- 29 સપ્ટેમ્બર, રવિવારની રજા
પરંતુ અહીં મહત્વનું છે કે.. આ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ પડતી નથી. સંબંધિત રાજ્યોના તહેવારો અને અન્ય ઇવેન્ટ્સ પર આધાર રાખે છે.