AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan અને Credit Card દ્વારા લોનના નિયમોમાં ફેરફાર કરાયો, હવે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પર્સનલ લોન(Personal Loan) અને ક્રેડિટ કાર્ડ(Credit Card) દ્વારા લોન લેવાના નિયમોને કડક બનાવ્યા છે. આ અંતર્ગત હવે ગ્રાહકોએ આવી લોન મેળવવા માટે વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે લોન આપતા પહેલા ગ્રાહકોની આર્થિક સ્થિતિની તપાસ  પણ કરવામાં આવશે.

Personal Loan અને Credit Card દ્વારા લોનના નિયમોમાં ફેરફાર કરાયો, હવે ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 6:54 AM
Share

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પર્સનલ લોન(Personal Loan) અને ક્રેડિટ કાર્ડ(Credit Card) દ્વારા લોન લેવાના નિયમોને કડક બનાવ્યા છે. આ અંતર્ગત હવે ગ્રાહકોએ આવી લોન મેળવવા માટે વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે લોન આપતા પહેલા ગ્રાહકોની આર્થિક સ્થિતિની તપાસ  પણ કરવામાં આવશે. આ સિવાય તેમને અમુક પ્રકારની ગેરંટી આપવા માટે પણ કહેવામાં આવી શકે છે. બેંકોને સંપૂર્ણ ખાતરી થયા બાદ જ લોન આપવામાં આવશે.હાલ પર્સનલ લોન આપતા પહેલા બેંકો ગ્રાહકોની નાણાકીય સ્થિતિ તપાસતી નથી. ક્રેડિટ કાર્ડની બાબતમાં પણ એવું જ છે. પ્રક્રિયાની સરળતાને કારણે આવી લોન લેવાનું ચલણ ઝડપથી વધ્યું છે. આ સાથે આવા ડિફોલ્ટરોની સંખ્યામાં પણ વધારો થયો છે જેના કારણે બેંકોને નુકસાન ન થાય તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

અસુરક્ષિત લોન શું છે?

આ લોન ઉચ્ચ જોખમ અને અસુરક્ષિત ધિરાણની શ્રેણીમાં આવે છે. અસુરક્ષિત ધિરાણ તેને કહેવામાં આવે છે જેમાં બેંકોમાં કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી. આ કારણોસર આવી લોન પર વ્યાજ દરો પણ ઊંચા છે. જો કોઈ વ્યક્તિ પૈસા ઉછીના લે છે અને તેને પરત ચૂકવવામાં અસમર્થ છે તો વસૂલાત લગભગ અશક્ય છે. આ લોન બેંક માટે વધુ જોખમી છે.

લોન લેનારાઓની સંખ્યા ઝડપથી વધી

ડેટા મુજબ વર્ષ 2022 માં વ્યક્તિગત લોન લેનારાઓની સંખ્યામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે જે 7.8 કરોડથી વધીને 9.9 કરોડ થયોછે. તે જ સમયે, ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લેનારા લોકોની સંખ્યા પણ 1 કરોડ 30 લાખથી વધીને 1 કરોડ 70લાખ કરોડ થઈ ગઈ છે.

આ પણ વાંચો : Commodity Market Today : દેશમાં ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો, આયાત ઘટાડવાના સરકારના પ્રયાસ સામે નકારાત્મક અહેવાલ

લોન ડિફોલ્ટર્સમાં વધારો

આંકડા અનુસાર, ક્રેડિટ કાર્ડ પર લોકોની બાકી રકમ એક વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાથી વધીને 2 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં, એપ્રિલમાં લોન ચૂકવવામાં મોડું કરનારા લોકોની સંખ્યા વ્યક્તિગત લોનના કિસ્સામાં નવ ટકા અને ક્રેડિટ કાર્ડના કિસ્સામાં ચાર ટકા હતી. આ આંકડો કોરોના મહામારી પહેલા કરતા વધારે છે. તે સમયે, આ આંકડો બંને સહિત માત્ર પાંચ ટકા હતો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">