Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી થવા જઈ રહ્યા છે આ 6 મોટા ફેરફારો, જનતાના ખિસ્સા પર પડશે સીધી અસર

માર્ચ મહિનાની સાથે નાણાકીય વર્ષ 2023-24 પણ સમાપ્ત થઈ ગયું. આજથી નવું નાણાકીય વર્ષ શરૂ થશે. આ નવી સવાર માત્ર પોતાની સાથે નવી તારીખ જ નહીં પરંતુ ઘણા ફેરફારો પણ લાવશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.

આજથી થવા જઈ રહ્યા છે આ 6 મોટા ફેરફારો, જનતાના ખિસ્સા પર પડશે સીધી અસર
new business year 2024
Follow Us:
| Updated on: Apr 01, 2024 | 6:48 AM

માર્ચ મહિનાની સાથે નાણાકીય વર્ષ 2023-24 પણ સમાપ્ત થઈ ગયું. આજથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થયો છે. આ નવી સવાર માત્ર પોતાની સાથે નવી તારીખ જ નહીં પરંતુ ઘણા ફેરફારો પણ લાવશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. જેમાં ક્રેડિટ કાર્ડને લગતા પૈસા, શરતો અને ટેક્સ નિયમોને લગતા નિયમોમાં ફેરફાર થશે. ચાલો તે ફેરફારો પર એક નજર કરીએ, જે 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યા છે.

જો અત્યાર સુધી તમે જૂની ટેક્સ વ્યવસ્થા અનુસાર આવકવેરો ભરતા હોવ તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે, દેશમાં નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તમારે દર વર્ષે 1 એપ્રિલ પછી તમારી ટેક્સ સિસ્ટમ પસંદ કરવી પડશે, નહીં તો તે આપમેળે નવી ટેક્સ સિસ્ટમમાં શિફ્ટ થઈ જશે.

તમને 50,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે

જો તમે નાણાકીય વર્ષ 2024-25માં નવા ટેક્સ પ્રણાલીમાં જાઓ છો તો હવે તમને રૂપિયા 50,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે, જે અગાઉ માત્ર જૂની ટેક્સ વ્યવસ્થામાં જ શક્ય હતો. જો કે આ નિયમ 1 એપ્રિલ, 2023 થી અમલમાં આવી ગયો છે, પરંતુ તમારી પાસે 1 એપ્રિલ, 2024 ના રોજ તેને બદલવાની તક છે. આમ કરવાથી તમારી 7.5 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ જશે.

ઘરમાં કબૂતરનું ઈંડા મૂકવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત
શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ

ટેક્સ છુટની લિમિટ બદલાઈ

નવી કર વ્યવસ્થામાં 1 એપ્રિલ, 2023 થી ટેક્સ છુટની મર્યાદા વધારવામાં આવી છે. હવે નવી કર વ્યવસ્થામાં, 2.5 લાખને બદલે 3 લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ શૂન્ય રહ્યો છે, જ્યારે કલમ 87A હેઠળ આપવામાં આવતી ટેક્સ રિબેટ 5 લાખને બદલે વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. જો કે જૂના કર પ્રણાલીમાં શૂન્ય કર મર્યાદા હજુ પણ રૂપિયા. 2.5 લાખ સુધી છે અને કરમાં છૂટ રૂપિયા 5 લાખ સુધી છે.

NPS એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે, બે ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPS સબસ્ક્રાઇબર્સને સાયબર છેતરપિંડીથી બચાવવા માટે તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. હવે NPS એકાઉન્ટમાં લૉગ ઇન કરવા માટે, NPS એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની જરૂર પડશે. PFRDA NPSમાં આધાર-આધારિત લોગિન પ્રમાણીકરણ રજૂ કરવા જઈ રહ્યું છે. આ નિયમ 1 એપ્રિલ 2024થી લાગુ થશે.

SBI ક્રેડિટ કાર્ડ નિયમો

SBI ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે. હવે ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ 1લી એપ્રિલથી બંધ થઈ જશે. આ અંતર્ગત SBIના AURUM, SBI કાર્ડ એલિટ, SBI કાર્ડ પલ્સ, SBI કાર્ડ એલિટ એડવાન્ટેજ અને SimplyCLICK ક્રેડિટ કાર્ડ્સમાં આ સુવિધા બંધ કરવામાં આવી રહી છે.

યસ બેંક ક્રેડિટ કાર્ડ

યસ બેંકે નવા નાણાકીય વર્ષમાં તેના ક્રેડિટ કાર્ડ ધારકોને ભેટ આપવાનું નક્કી કર્યું છે. હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા 10,000 ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે. નવા નિયમો 1 એપ્રિલ, 2024થી અમલમાં આવશે.

ICICI બેંક ક્રેડિટ કાર્ડ

ICICI બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. 1 એપ્રિલ, 2024 થી, ગ્રાહકો જો તેઓ એક ક્વાર્ટરમાં રૂપિયા 35,000 કરતાં વધુ ખર્ચ કરે તો તેઓને એરપોર્ટ લાઉન્જ એક્સેસ મફત મળશે.

LPG ગેસના ભાવ

LPG ગેસના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે. ક્યારેક ભાવ સ્થિર રહે છે અને પછી કેટલાક મહિનાઓ સુધી વધારો જોવા મળે છે. તેવી જ રીતે 1 એપ્રિલે પણ ફેરફાર જોવા મળી શકે છે. જો ભાવ વધશે તો તેની અસર જનતાના ખિસ્સા પર પડશે.

OLA મની વૉલેટ

OLA મની 1 એપ્રિલ, 2024 થી તેના વોલેટ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપનીએ તેના ગ્રાહકોને SMS મોકલીને જાણ કરી છે કે તે નાની PPI (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ) વોલેટ સેવાની મર્યાદા વધારીને રૂપિયા 10,000 કરવા જઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">