Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ વખતે દિવાળી પર કેટલા વાગ્યે થશે મુહૂર્ત ટ્રેડિંગ? જાણી લો તેનો સમય અને શું છે તેનું મહત્વ

દિવાળીના દિવસે શેરમાર્કેટમાં મુહૂર્ત ટ્રેડિંગ માટે સમય નક્કી કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે જાણો આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગનું શું મહત્વ છે અને કયો સમય આ વખતે નક્કી કરવામાં આવ્યો છે.

આ વખતે દિવાળી પર કેટલા વાગ્યે થશે મુહૂર્ત ટ્રેડિંગ? જાણી લો તેનો સમય અને શું છે તેનું મહત્વ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 10:41 PM

દિવાળીના તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. લોકો તેની તૈયારીમાં જોરશોરથી છેલ્લા ઘણા દિવસથી લાગેલા છે. તમામ લોકોએ તેમના ઘર, ઓફિસ અને અન્ય વસ્તુઓની સાફ સફાઈ કરી દીધી અને નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. ત્યારે સામાન્ય રીતે દિવાળી પર શેરમાર્કેટ બંધ રહે છે પણ મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા રહી છે.

આ વખતે દિવાળી 12 નવેમ્બરે રવિવારે છે. આ શુભ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ માટે સમય નક્કી કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે જાણો આ મુહૂર્ત ટ્રેડિંગ શું છે અને દિવાળીના દિવસે તેની પરંપરા કેમ છે? આ સિવાય આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ માટે કયો સમય નક્કી કરવામાં આવ્યો છે અને રજાઓ અને ટ્રેડિંગ કયા દિવસે બંધ રહેશે.

શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ

વેપારીની ભાષામાં સમજીએ તો દિવાળીથી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સારી શુભેચ્છા અને સંપન્નાના પ્રતિક તરીકે દિવાળીના દિવસે રોકાણકાર અને ટ્રેડર્સ મુહૂર્ત ટ્રેડિંગ કરે છે. એવી માન્યતા છે કે આ અવસર પર ટ્રેડિંગ કરવા પર પૈસા અને સફળતા આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ દરમિયાન રોકાણ કરેલા પૈસા શુભ હોય છે. છેલ્લા 5 વર્ષમાં મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન માર્કેટ ગ્રીન ઝોનમાં જ બંધ થયુ છે. તમને જણાવી દઈએ કે આ વખતે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન માર્કેટ સાંજે 6 વાગ્યાથી 7.15 સુધી ખુલ્લુ રહેશે.

Plant in pot : ઘરે કૂંડામાં જ ઉગાડો બટાકા, આ રહી સરળ ટીપ્સ
ભૂકંપ કે પૂરમાં પણ કંઈ નહી થાય, વધારે લોડ થશે તો આપશે એલર્ટ, આ બ્રિજનું ગુજરાત સાથે પણ છે કનેક્શન
આજનું રાશિફળ તારીખ 05-03-2025
Jio નો સૌથી સસ્તો પ્લાન, રોજ 3GB ડેટા અને કોલિંગ સાથે મળશે ઘણું બધું
નિવૃત્તિ પછી ટ્રેવિસ હેડને કેટલું પેન્શન મળશે?
મોહમ્મદ સિરાજને ડેટ કરવાને લઈ માહિરા શર્માએ ખુલાસો કર્યો

15 નવેમ્બરથી માર્કેટ શરૂ થશે

રવિવારે દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ જ થશે. તેના પછીના દિવસે એટલે કે 14 નવેમ્બરે બેસતુવર્ષ હોવાથી ઈક્વિટી માર્કેટમાં કારોબાર બંધ રહેશે. જો કે કોમોડિટીઝ ડેરિવેટિવ્સ અને ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ સેગમેન્ટમાં ઈવનિંગ સેશનમાં કારોબાર ચાલુ રહેશે. ત્યારબાદ 15 નવેમ્બરે ટ્રેડિંગ સામાન્ય રીતે શરૂ થઈ જશે.

આ પણ વાંચો: આ 5 મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને મળશે સારૂ રિટર્ન, 1000 રૂપિયાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">