Economic Survey 2022 : ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2022 સંસદમાં રજૂ થયો, FY23 માટે GDP ગ્રોથ 8-8.5 રહેવાનું અનુમાન

બજેટ (Budget 2022) પહેલા આજે ગૃહમાં આર્થિક સર્વે 2022 (Economic Survey 2022) રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) લોકસભામાં આર્થિક સર્વે 2021-22 રજૂ કર્યો છે.

Economic Survey 2022 : ઇકોનોમિક સર્વે રિપોર્ટ 2022 સંસદમાં રજૂ થયો, FY23 માટે GDP ગ્રોથ 8-8.5 રહેવાનું અનુમાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે Economic Survey 2022 રજૂ કર્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 1:36 PM

બજેટ (Budget 2022) પહેલા આજે ગૃહમાં આર્થિક સર્વે 2022 (Economic Survey 2022) રજૂ કરવામાં આવ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે(FM Nirmala Sitharaman) લોકસભામાં આર્થિક સર્વે 2021-22 રજૂ કર્યો છે. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2023 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ 8 થી 8.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. નેશનલ બ્યુરો ઑફ સ્ટેટિસ્ટિક્સે GDP વૃદ્ધિ 9.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. અગાઉ નાણાકીય વર્ષ 2020-21માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) માં 7.3 ટકાનો ઘટાડો થયો હતો. આર્થિક સર્વેમાં નાણાકીય વર્ષ 2021-22માં GDP વૃદ્ધિ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. તે જણાવે છે કે આર્થિક પ્રવૃત્તિ પૂર્વ રોગચાળાના સ્તરે રિકવર થઈ છે.

સર્વેમાં જણાવાયું છે કે અર્થતંત્ર 2022-23માં પડકારોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર સર્વેક્ષણમાં કૃષિ ક્ષેત્ર 3.9 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવો અંદાજ છે. આ સાથે ઔદ્યોગિક વૃદ્ધિ 11.8 ટકા રહેવાનો અંદાજ છે. આ સર્વે રિપોર્ટ અર્થતંત્રની સ્થિતિ (ભારતીય અર્થતંત્ર) વિશે વિગતવાર માહિતી આપે છે. આ સર્વે રિપોર્ટ દેશના મુખ્ય આર્થિક સલાહકાર (CEA)ના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવ્યો છે.

સર્વે રિપોર્ટમાં અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિના આધારે આગામી નાણાકીય વર્ષ માટે વિકાસ દરનો અંદાજ મૂકવામાં આવ્યો છે. સરકારે તાજેતરમાં જ વી અનંત નાગેશ્વરન(V Anantha Nageswaran)ને દેશના નવા CEA તરીકે નિયુક્ત કર્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન બપોરે 3.45 કલાકે આર્થિક સર્વેક્ષણ પર પ્રેસ કોન્ફરન્સ કરશે. નાગેશ્વરન અગાઉ ક્રેડિટ સુઈસ ગ્રુપ એજી (Credit Suisse Group AG) માટે કામ કરતા હતા. GST કલેક્શન, કોર્પોરેટ પ્રોફિટ જેવા અર્થતંત્રના મુખ્ય સૂચકાંકો જેવા આંકડા અર્થતંત્રમાં સુધારાના સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે.

સર્વે રિપોર્ટ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંને ગૃહોને સંબોધિત કર્યા હતા. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે આ સરકારે સૌનો સાથ સૌનો વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગૃહમાં જતા પહેલા પીએમ મોદીએ મીડિયાને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં વિકાસની મોટી સંભાવનાઓ છે. જે ગતિએ અર્થવ્યવસ્થા સુધરી રહી છે અને રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેના પર વિશ્વ ભારતને જોઈ રહ્યું છે. આ વર્ષ અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે બજેટ સત્ર મહત્વપૂર્ણ છે કારણ કે તે આખા વર્ષના લેખાજોખા છે.

કટોકટી સમયે દરેક તકનો ઉપયોગ આર્થિક સુધારા માટે કરવામાં આવ્યો

રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે સરકાર માળખાગત વિકાસના કામોને ઝડપી બનાવવા માટે નેશનલ માસ્ટર પ્લાન લઈને આવી છે. તેનો લાભ પણ મળી રહ્યો છે. સરકારે દરેક તકનો લાભ લીધો છે. સેમિકન્ડક્ટર ક્રાઇસીસ વચ્ચે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે ખાસ ફંડની જાહેરાત કરવામાં આવી છે. કાપડ ઉદ્યોગ માટે 4500 કરોડની જાહેરાત કરવામાં આવી છે. તેની મદદથી ટેક્સટાઈલ પાર્ક બનાવવામાં આવશે. MSME એ દેશની અર્થવ્યવસ્થાનું ગૌરવ છે. તેમને મદદ કરવા માટે રૂ. ૩ લાખ કરોડની કોલેટરલ ફ્રી લોન સુવિધાની જોગવાઈ કરવામાં આવી છે. લગભગ 13 લાખ MSME ને આનો ફાયદો થયો છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">