Economic Survey 2022: ટેલિકોમ સુધારાથી રોકડ પ્રવાહ વધશે, 5Gમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં માળખાકીય અને પ્રક્રિયાગત સુધારાઓની રૂપરેખા આપતા, સર્વેમાં જણાવાયું છે કે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ ઉપરાંત, સુધારા લાવવા માટે અન્ય ઘણા પગલાં લેવામાં આવ્યા છે.

Economic Survey 2022: ટેલિકોમ સુધારાથી રોકડ પ્રવાહ વધશે, 5Gમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 6:25 PM

ટેલિકોમ સેક્ટરમાં (Telecom Sector) સુધારાથી  4જી (4G) ના પ્રસારને વેગ મળશે, તરલતા અથવા રોકડ પ્રવાહ વધશે અને 5G (5G) નેટવર્કમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ સર્જાશે. આર્થિક સર્વે 2021-22માં (Economic Survey 2021-22) આ વાત કહેવામાં આવી છે. સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવેલી આર્થિક સમીક્ષામાં જણાવાયું છે કે, કોવિડ પડકારોને પહોંચી વળવામાં ટેલિકોમ સેક્ટરની ઉત્કૃષ્ટ કામગીરી અને ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ (WFH)ના વલણને કારણે ડેટા વપરાશમાં જંગી વધારા સાથે, સુધારાના પગલાં બ્રોડબેન્ડ અને ટેલિકોમ કનેક્ટિવિટીના પ્રસાર અને પ્રવેશને વેગ આપશે.

ભારતીય ટેલિકોમ સેક્ટરમાં માળખાકીય અને પ્રક્રિયાગત સુધારાઓની રૂપરેખા આપતા, સર્વેમાં જણાવાયું છે કે ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ ઉપરાંત, સુધારા લાવવા માટે અન્ય ઘણા પગલાં લેવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સુધારાઓ 4G ના પ્રવેશને વેગ આપશે, રોકડ પ્રવાહમાં વધારો કરશે અને 5G નેટવર્કમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે.

મજબૂત અને જવાબદાર નિયમનકારી માળખાએ વાજબી ભાવે સેવાની સુલભતા સુનિશ્ચિત કરી છે, સરકારે ગ્રાહકોને લાભ થાય તે હેતુથી સેવા પ્રદાતાઓ વચ્ચે વાજબી સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે વધુ પગલાં પણ લીધા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ટેલિકોમ સૌથી શક્તિશાળી ક્ષેત્રોમાંનું એક

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દેશના સામાજિક અને આર્થિક વિકાસને અસર કરતા સૌથી શક્તિશાળી ક્ષેત્રોમાંનું એક ટેલિકોમ્યુનિકેશન છે અને આ ક્ષેત્રનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ કુલ ટેલિકોમ સબસ્ક્રાઈબર બેઝમાં વધારો, ઈન્ટરનેટ વપરાશકર્તાઓ અને બ્રોડબેંક કનેક્શન્સની સતત વધતી જતી સંખ્યામાં દેખાઈ રહ્યું છે.

ભારતના ટેલિકોમ સેક્ટરમાં ડેટાની ભૂમિકા વર્ષોથી ખૂબ જ વધી છે કારણ કે સખત સ્પર્ધાએ ખર્ચમાં ઘટાડો કર્યો છે અને ડેટા વપરાશમાં વધારો કર્યો છે.

ડેટા યુઝર દીઠ મહિને સરેરાશ વાયરલેસ ડેટા વપરાશ નાણાકીય વર્ષ 2017-18માં પ્રતિ મહિને 1.24 ગીગાબાઈટથી વધીને ચાલુ નાણાકીય વર્ષમાં 14.1 ગીગાબાઈટ માસિક થઈ ગયો છે. ડિસેમ્બર, 2021માં મોબાઈલ ટાવરની સંખ્યા વધીને 6.93 લાખ થઈ ગઈ છે.

પડકારોનો સામનો કરવા માટે અર્થતંત્ર તૈયાર

ભારતીય અર્થતંત્ર આગામી નાણાકીય વર્ષ (2022-23)માં 8-8.5 ટકાના દરે વૃદ્ધિ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં રજૂ કરેલી 2021-22ની આર્થિક સમીક્ષામાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. સર્વે અનુસાર, 2022-23 માટે વૃદ્ધિનુ અનુમાન એ ધારણા પર આધારિત છે કે આગળ મહામારી સંબંધિત વધુ કોઈ આર્થિક વિક્ષેપ નહીં આવે, ચોમાસું સામાન્ય રહેશે, ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 70-75 ડોલરની રેન્જમાં રહેશે અને વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપો આ સમય દરમિયાન સતત ઓછા થશે.

આ પણ વાંચો :  Budget Session 2022 : કોવિડ-19 સામે લડવાની ભારતની ક્ષમતા તેના રસીકરણ કાર્યક્રમમાં પુરવાર થઇ છે – રાષ્ટ્રપતિ

g clip-path="url(#clip0_868_265)">