DGP વિકાસ સહાય મૃતક ASIના ઘરે પહોંચ્યા, બુટલેગરે ટક્કર મારતા જીવ ગુમાવ્યો હતો
અમદાવાદના કણભા વિસ્તારમાં બુટલેગરની ગાડીનો પીછો કરવા દરમિયાન પોલીસના વાહનને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો. બુટલેગરોએ ઈરાદાપૂર્વક સર્જેલા આ અક્સ્માતમાં ASI બળદેવ નિનામાએ જીવ ગુમાવ્યો હતો. મૃતક ASIના ઘરે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરિવારજનોને મળવા માટે રુબરુ પહોંચ્યા હતા.
તાજેતરમાં અમદાવાદના કણભા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરે પોલીસની ગાડી પર હુમલો કરીને વાહનને ટક્કર મારી હતી. જેને લઈ આ અકસ્માતમાં એક ASI ગંભીર રીતે ઘાયલ થતા જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ ASI બળદેવ નિનામાને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાય આપી હતી.
Asst Sub Inspector Baldevbhai Bhartaji Ninama made the supreme sacrifice in the line of duty. Today met his family members at their native village, Sansoli, and offered condolences on behalf of the entire Gujarat Police to the bereaved family. Om Shaanti. pic.twitter.com/rZywNqxcRM
— DGP Gujarat (@dgpgujarat) January 27, 2024
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ મૃતક ASI બળદેવ નિનામાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ સારોલી ગામે મૃતક ASIના ઘરે વિકાસ સહાય અને એસપી વિજય પટેલ પહોંચ્યા હતા. ડીજીપીએ પોલીસ કર્મીના બાહોશી ભર્યા સાહસ સાથેની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી. જોકે પોલીસ જીવ ગુમાવવાને લઈ દુઃખ વ્યક્ત કર્યુ હતુ.