ગુજરાતના આ શહેરમાં સ્વચ્છતા માટે નવી પહેલ, વેસ્ટમાંથી ‘બેસ્ટ’ કોલસાનું પ્રોડક્શન શરુ કર્યુ
શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉભરાતો ઘન કચરો અને ખાસ કરીને પ્લાસ્ટીકનો નિકાલ કરવો એ સૌથી મોટો પડકાર છે. જેને લઈ કચરાના મોટા ડુંગર કેટલાક શહેરો નજીક જોવા મળતા હોય છે. જોકે એક નગર પાલિકાએ આ પડકારને પાર પાડવા માટે નવી પહેલ શરુ કરી છે. જેમાં પાલિકાએ પ્લાસ્ટીકમાંથી કોલસો બનાવવા માટેનો પ્રોજેક્ટ શરુ કર્યો છે. જે વિકાસ માટે આવક કરવા સાથે કચરાનો નિકાલ માટે શ્રેષ્ઠ બની રહેશે.
દિવસેને દિવસે પ્રદુષણ વધતુ જઈ રહ્યુ છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટીક કચરો પણ મોટા પ્રમાણમાં ઉભરાતો હોય છે. જેને નિકાલ કરવો એ વર્તમાન સમયમાં ખૂબ જ પડકારજનક સમસ્યા છે. આ દરમિયાન હિંમતનગર ખાતે સ્થાનિક નગર પાલિકા દ્વારા પ્લાસ્ટીક સહિતના ઘન કચરામાંથી કોલસો બનાવવાનો પ્રોજેક્ટ ખૂલ્લો મુકવામાં આવ્યો છે. જેના થકી હવે પ્રદુષણ ઘટના સાથે ઇન્ડસ્ટ્રીયલ એકમો માટે ફ્યુલ એનર્જી તરીકે વપરાશમાં લેવાતો કોલસો મળી રહશે.
હિંમતનગર નગરપાલિકા ડમ્પીંગ સાઈટના કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરીને બનાવી રહી છે કોલસો. જે પાલિકાના આ પ્રોજેક્ટ દ્વારા કોલસો આપશે ઈન્ડસ્ટ્રીઝ એકમોને. આમ તો વર્ષોથી હિંમતનગર શહેર નજીક આવેલ ડમ્પીંગ સાઈટ પર લાખો ટન કચરાનો ઢગ પડી રહેતો હોય છે. જેને લઈને પાલિકા દ્રારા 8000 ચોરસ મીટર જમીન ભાડે આપી, તે જમીનમાં 7 કરોડના ખર્ચે કોલસાનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
પ્લાસ્ટીકમાંથી કોલસો
ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પ્રકારનો પ્રોજેક્ટ શરુ થયાનો દાવો છે. જેના દ્વારા પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવાનું શરુ કરાયુ છે. ડમ્પીંગ સાઈટ પર લાખ્ખો ટન કચરો પડી રહ્યો હોય છે, જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરી વડે અલગ કરવામાં આવે છેય ત્યાર બાદ GPCBની ગાઈડ લાઈન મુજબ કેમિકલ નાંખી કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરવામાં આવે છે. ત્યાર બાદ કેમિકલ પ્રોસેસ કરીને કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
પાલિકા દ્વારા હવે શરુ કરાયેલા નવા પ્રોજેક્ટને કારણે કચરાના નિકાલથી પર્યાવરણને મોટો ફાયદો થશે. જ્યારે હવે આ ઉત્પાદીત કોલસો પણ સ્થાનિક અને રાજ્યના નાના ઉદ્યોગ એકમોને સસ્તા દરે બળતણનો વિકલ્પ મળી રહેશે. પાલિકાને આ પ્રોજેક્ટ થકી માસિક ભાડું મળી રહેશે અને કચરાના ડુંગર ખડકાતા બંધ થઈ જવાની મોટી રાહત સર્જાશે.
સ્વચ્છતાની દીશામાં કદમ
હિંમતનગર નગરપાલિકા એ પર્યાવરણ ની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ કર્યો છે. જેને લઈને શહેરની કચરાના ઢગ ખડકાતા બંધ થવા સાથે આર્થીક લાભ પણ મળશે. સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્રારા આ પ્રકારે કામગીરી કરવામાં આવશે કે, પર્યાવરણને નુકશાન કરતુ પ્લાસ્ટિકનો ઉપયોગ થકી કોલસાની અવેજી પૂરી પાડશે.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
આમ શહેરને સ્વચ્છ રાખવા માટે શરુ કરવામાં આવેલ અભીયાન હેઠળ સમગ્ર હિંમતનગરને સ્વચ્છ બનાવવામાં આવ્યુ છે. આમ હવે શહેરને સ્વચ્છ રાખવાની દીશામાં વધુ એક પગલું ભર્યુ હોવાનું ધારાસભ્ય વીડી ઝાલાએ જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ અને અગ્રેસર રહી સ્વચ્છતા માટે અભીયાન હાથ ધરાવનાર શામળાજી મંદીરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક ચીફ ઓફીસર અલ્પેશ પટેલે કહ્યુ હતુ કે, પાલીકાને વિકાસ કાર્યોને લઈ મોટી આવક મળી રહેશે અને સાથે જ સ્વચ્છતા હાથ ધરી શકાશે. આમ હિંમતનગર પાલિકા આ સંદર્ભમાં એક દીશા સૂચક બની રહેશે.